તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Environmentalist Organization In 7 Villages Of Kathlal Taluka Handed Over The Responsibility Of 700 Seedlings To Women, Farmers, Adolescents

મેગા વૃક્ષારોપણ:કઠલાલ તાલુકાના 7 ગામોમાં પર્યાવરણ પ્રેમી સંસ્થાએ 700 નંગ રોપાની જવાબદારી મહિલા, ખેડૂતો, કિશોર-કિશોરીને સોંપી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા દ્વારા વસોના દંતાલી ગામે પણ વૃક્ષારોપણ કરાયું

કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત તાતી વર્તાતા હવે લોકોને ભાન થઈ રહ્યું છે કે ઓક્સિજન શુ છે 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ તો ચાલ્યો ગયો પરંતુ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ પર્યાવરણને બચાવવામાં કોઈ કસર નહી મુકતા તો સામે આપણી જવાબદારી છે કે બને એટલા વૃક્ષો વાવીએ તો આ માનવજાતી ટકી રહેશે. મારૂ ગામ હરીયાળુ ગામ તથા સંજીવની પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લાની એક સંસ્થાએ મેઘા વૃક્ષારોપણ કરી તે છોડના ઉછેરની જવાબદારી ગ્રામજનોને સોંપી છે.

ખેડા જિલ્લામાં સામાજિક ક્ષેત્રે કામ કરતી કૈરા સોશ્યલ સર્વિસ સોસાયટી દ્વારા કઠલાલ તાલુકામાં મેઘા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના ડાયરેક્ટર ફા.ચાલર્સ, આસીસ્ટન્ટ ફા. જયરાજના સીધા માર્ગદર્શન હેઠળ સંજીવની પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. મારૂ ગામ હરીયાળુ ગામ અંતર્ગત કઠલાલ તાલુકાના 7 ગામોમાં વૃક્ષારોપણ કરાયું છે. જેમાં પોરડા, પહાડ, ભાનેર, ઘોઘાવાડા, અનારા, શાહપુર, કઠાણા જેવા ગામોમાં આશરે 700થી વધુ વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ છોડના ઉછેરની જવાબદારી ગામની મહિલા, ખેડૂતો, કિશોર-કિશોરિને સોંપવામાં આવી છે. ઓક્સિજનમાં વધારો થાય અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુસર આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે.

વસોના દંતાલી ગામે પણ 16 રોપાનું વિતરણ કરાયું
આ સંસ્થા દ્વારા વસો તાલુકાના દંતાલી ગામે સંસ્થાના ફુલકેરીબેનના માર્ગદર્શન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ સાસંદ બાળકોએ વૃક્ષારોપણ કરી વૃક્ષ જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...