મતદાન:નડિયાદ તાલુકાના 48 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 76 ટકા જેટલું મતદાન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપલગમાં બે ટર્મ પછી મતદાન યોજાતા 80 ટકા ઉપરાંત લોકોએ મતદાન કર્યું

નડિયાદ તાલુકાની 49 ગ્રામ પંચાયતો પૈકી આજે 48 પંચાયતો માટે સરપંચ અને વૉર્ડના સભ્યોની ચૂંટણી યોજાઈ. નડિયાદના ગામડાઓમાં વહેલી સવારથી જ મતદારોમાં મતદાન માટે ખાસ્સો ઉત્સાહ દેખાયો હતો. જેના પગલે સાંજે 5 વાગ્યા સુધીમાં નડિયાદમાં મોડી સાંજે સરેરાશ 71 ટકા મતદાન નોંધાયુ છે. છેલ્લા એક કલાકમાં બીજુ 5 ટકા વધવાની સંભાવના છે. તાલુકાના 48 ગામડાઓમાં 89,676 પુરુષ મતદારો પૈકી 65 હજાર કરતા વધુએ મતદાન કર્યુ, જ્યારે 83,216 મહિલા મતદારો પૈકી 60 હજાર કરતા વધુએ મતદાનમાં ભાગ લીધો હતો. નડિયાદમાં 76 ટકા પુરુષો જ્યારે 75 ટકા મહિલાઓએ મતદાન કર્યુ છે.

ગામના મતદાન વિસ્તારોની બહાર સરપંચ અને સભ્ય પદના દાવેદારો સહિત તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. નડિયાદના અનેક ગામોમાં 90 ટકા ઉપરાંત મતદાન નોંધાયુ છે. પીપલગ ગામ છેલ્લી બે ટર્મથી સમરસ થતી હતી. જો કે, આ વર્ષે બે દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે 10 વર્ષ બાદ સમરસ ન થતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોડી સાંજ સુધી સરેરાશ 80 ટકા ઉપરાંત મતદાન નોંધાયુ છે.

ઉલ્લેખનીય છે કે, 48 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 169 મૂરતિયા મેદાને હતા. તેમજ 488 વૉર્ડમાં 437 સભ્ય માટે 792 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યુ હતુ. 48 પંચાયતોની ચૂંટણી માટે 205 મતદાન મથકો ફાળવાયા હતા. જ્યારે નડિયાદમાં કુલ 90,534 પુરુષ અને 83894 મહિલા મતદારો મળી કુલ 1.74 લાખ મતદારો નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...