મત ગણતરીનું ગણિત:2016માં મત ગણતરી થતાં 20 કલાક લાગ્યા હતા 2021માં સંપૂર્ણ ગણતરીમાં 20 થી 25 કલાક લાગશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક તાલુકામાં એકસાથે 11 થી 12 ગામોની ગણતરી થાય તેવી વ્યવસ્થા કરાઈ

ખેડા જિલ્લાની 432 પૈકી 417 ગ્રામ પંચાયત માં સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન થશે. અને 21 તારીખ ને મંગળવારે સવારથી મત ગણતરી શરૂ થશે. આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી તેની ગણતરીમાં પણ ઇવીએમ કરતાં વધુ સમય લાગશે. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના મત મુજબ જે તાલુકામાં ઓછી ગ્રામ પંચાયત છે ત્યાં બહુ જલ્દી રિઝલ્ટ જાહેર થશે. પરંતુ ખેડા જિલ્લામાં કપડવંજ અને મહેમદાવાદ તાલુકામાં સર્વાધિક પંચાયતમાં ચૂંટણી હોવાથી ત્યાં ગણતરીમાં વધુ સમય લાગી શકે છે.

ક્યાંક રિકાઉન્ટીંગ કે અન્ય પ્રકારના પડકાર આવે તો પણ વધુ સમય થઇ શકે છે.જિલ્લામાં વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન 387 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. તે સમયે સવારે 8 વાગ્યે શરૂ થયેલી મત ગણતરી બીજા દિવસે સવારે 4 વાગ્યા સુધી ચાલી હતી. જે બાદ હવે 2021માં 417 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે. ત્યારે પણ 20 થી 25 કલાક મતગણતરી ચાલશે તેવી આશંકા ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી વ્યક્ત કરી રહ્યા છે. જો વાત કરીએ મતગણતરી પ્રક્રિયાની તો, દરેક તાલુકા મથકો પર મતગણતરી યોજાવાની છે.

જેતે તાલુકા મજુબ આર.ઓ.ની નિમણુક કરવામાં આવી છે. જે પૈકી એક આર.ઓ. પાસે સરેરાશ 4 ગ્રામ પંચાયત સોંપવામાં આવી છે. આર.ઓ. ને મતગણતરી માટે ફળવેલ હોલમાં ત્રણ થી ચાર ટેબલની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જ્યા એક સાથે એક ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થાય છે. મતપેટીઓ ખુલ્યા બાદ સૌથી પહેલા સરપંચ અને વોર્ડ સભ્યના બેલેટ ને જુદા કરવામાં આવે છે. અને ત્યાર બાદ મતગણતરીની શરૂઆત થતી હોય છે.

કપડવંજ અને મહેમદાવાદમાં આગોતરૂ આયોજન થશે
મતગણતરીમાં ચૂંટણી વિભાગ માટે સૌથી પડકાર જનક તાલુકા કપડવંજ અને મહેમદાવાદ રહેશે. કારણ કે કપડવંજ તાલુકામાં સૌથી વધુ 93 અને મહેમદાવાદ તાલુકામાં 55 ગ્રામ પંચાયતો ની મત ગણતરી થનાર છે. આ સિવાય ગળતેશ્વર 18 અને વસો તાલુકાની માત્ર 14 જ ગ્રામ પંચાયતની ચૂંટણી હોઈ આ મત ગણતરી ઓ વહેલી પૂર્ણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...