તેલમાં આગ લગાડતો ભાવ વધા:18 દિ’માં કપાસીયામાં 140, પામોલિનમાં 131, સિંગતેલમાં 63નો વધારો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ અને ડિઝલની સાથે સાથે તેલ પણ ભાવ વધારાની રેસમાં..

પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની સાથે સાથે ખાધ તેલ પણ ભાવ વધારની રેસમાં છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં તેલના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ખોરવાયું છે. દરેક ક્ષેત્રમાં થઇ રહેલા ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર જોવા મળીતી હોય છે. ત્યારે તેલના ભાવમાં વધારો થતા બજારમાં મળતા ફરસાણ સહિતના ખાધ્ય પદાર્થના ભાવો પણ ઉચકાયા છે.

આણંદ -ખેડા જિલ્લામાં તેલનો પુરવઠો સૌરાષ્ટ્રની મીલોમાંથી આવતો હોય છે. હાલમાં પેંટ્રોલ ડિઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપો્ર્ટ ખર્ચ વધી જતાં તેની અસર ખાદ્યચીજવસ્તુઓ પર જોવા મળી છે. ચરોતરમાં ફેબ્રુઆરી અંતમાં 2100 થી 2500 સુધી 15 કિલો તેલનો ડબ્બો વેચાતો હતો. તે રશિયા યુક્રેન યુધ્ધના બાદ માત્ર બે માસના ટુંકા ગાળમાં 2750 થી 2800 વચ્ચે જુદી જુદી કંપનીના તેલ વેચાઇ રહ્યાં છે. જેની સીધી અસર મધ્યમ વર્ગના પરિવારો પર જોવા મળી રહી છે.

તેલના ભાવ તરફ નજર કરીએ તો આ મહિનાની શરૂઆતમાં 1 એપ્રિલેએ કપાસ તેલના ભાવ 15 કિલોના ડબ્બાના રૂ.2610 હતો. જે વધીને તા.18 એપ્રિલના રોજ રૂ.2750 જોવા મળ્યો હતો. આમ 18 દિવસમાં જ કપાસીયા તેલના ભાવમાં રૂ.140 નો ઉછાળો જોવા મળ્યો હતો. કઈક આજ રીતે પામોલિન તેલમાં રૂ.131, મકાઈ તેલમાં રૂ.52, સીંગતેલમાં રૂ.63 અને સન ફ્લાવર તેલમાં રૂ.42 નો વધારો જોવા મળ્યો છે. 18 જ દિવસમાં વધેલા ભાવને કારણે જાણેકે એપ્રિલ મહિનો મોંઘવારીનો મહિનો બનીને આવ્યો હોય તેવો ભાવ મધ્યમવર્ગીય નાગરીકોને થયો છે. તેલના વધતા ભાવને કારણે તેલથી બનતી અન્ય ખાધ્ય ચીજવસ્તુઓના ભાવ પણ ધીરેધીરે આસમાન આંબતા જોવા મળ્યા છે.

જોકે વેપારીઓનું માનવું છેકે તેલનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે તો અન્ય દેસ પર નિર્ભર રહેવું ના પડે. ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જો દેસમાં ઓઇલનું ઉત્પાદન વધશે તો કદાચ મધ્યમવર્ગ માટે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત બનશે.’

તેલના ભાવમાં થયેલો વધારો

તેલનો પ્રકાર1 એપ્રિલે17 એપ્રિલેકેટલો
ભાવભાવવધારો?
કપાસિયા તેલ2390245060
મકાઈ તેલ2310238070
સીંગતેલ2450251060
પામોલીન તેલ23602490130
સન ફ્લાવર2625267045

​​​​​​​ ​​​​​​​

યુક્રેન યુધ્ધની અસર તેલના ભાવ પર
વેપારીઓના મતે તેલના ભાવ વધવાનું મહત્વનું કારણ વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ છે. ઉપરાંત આયાતી તેલ મોંઘા થવાથી પણ અહીંયા ભાવમાં ખૂબ મોટો ફેર જોવા મ‌ળતો હોય છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ભારતમાં ઓઇલની આયાત પર ઘટાડો થયો છે. કારણ કે ભારત વિદેશોમાંથી અધધ 70 ટકા ઓઇલની આયાત કરે છે. જ્યારે ફક્ત 30 ટકા જ ઓઇલ દેશમાં ઉત્પન્ન કરવામાં આવે છે.> હિરેનભાઈ શાહ, તેલના વેપારી, નડિયાદ

​​​​​​​ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં ભાવમાં ઉછાળો
આણંદ -ખેડા જિલ્લામાં મગફળી,કપાસિયા,મકાઇ અને પામોલીનતેલ સહિત તમામ તેલના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ તેલ કંપનીઓમાં પુરૂ પાડવામાં આવે છે.હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 500થી 700નો વધારો થયો છે.તેની અસર તેલના ભાવ પર જોવા મળી રહી છે. જેમાં કપાસિયાથી લઇને સિંગતેલમાં રૂા 50 નો પામોલીન તેલમાં 150નો વધારો થયો છે. > મેહુલ નથાવાણી, વેપારી,સરદાર ગંજ આણંદ

અન્ય સમાચારો પણ છે...