પ્રાથમિક શાળાઓ શરૂ:ખેડા જિલ્લાની 1,352 પ્રાથમિક શાળામાં આજથી ધો. 1 થી 5નું શિક્ષણ શરૂ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે તેનું ફાઇલ ચિત્ર - Divya Bhaskar
સોમવારથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે તેનું ફાઇલ ચિત્ર
  • કુલ 2 લાખ પૈકી 50 ટકા વિદ્યાર્થીઓ રહે તેવી સંભાવના

રાજ્ય સરકાર દ્વારા આજે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના લેવાયેલ નિર્ણયને પગલે સોમવારથી ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓ શરૂ થશે. જિલ્લામાં 1,352 પ્રાથમિક શાળાઓ છે, જેમાં 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે પૈકી 50 ટકા એટલે કે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલથી શાળામાં હાજરી આપશે. આજરોજ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરી સોમવારથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે તેમ જણાવ્યું હતું.

આ અંગે અધિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રણજીતસિહ ડાભીએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ રાજ્ય પ્રા.શિક્ષણ વિભાગની વિડીયો કોન્ફરન્સ થઈ હતી. જેમાં સોમવારથી તમામ ધો. 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા ગાઈડલાઈન આપવામાં આવી છે. શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે વર્ગો શરૂ કરાશે. નાના ભુલકાઓ શાળાએ આવવાના હોવાથી કોરોના ગાઈડલાઈનની વિશેષ કાળજી રાખવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતુ. જોકે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા મરજીયાત રહેશે. અને તે માટે વાલીઓની સંમતિ પણ લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને ફોર્મ મોકલવામાં આવશે. જે સંમતિ ફોર્મ વાલીઓ પાસે ભરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...