તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ચર્ચા:શાળા સંચાલકોને સરકાર દ્વારા માસ પ્રમોશનની ઇમ્યુનિટિ, હવે ખાનગી શાળાનો રાફડો ફાટશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ દરમિયાન મહેનત કરી પણ પરિક્ષા રદ થતાં સારૂ પણ લાગે અને નથી પણ લાગતું - Divya Bhaskar
વર્ષ દરમિયાન મહેનત કરી પણ પરિક્ષા રદ થતાં સારૂ પણ લાગે અને નથી પણ લાગતું
  • ખેડામાં ધો.11ની 200 શાળા, 15000 છાત્રની ક્ષમતા અને 31000 પાસ, બેસશે ક્યાં ?
  • સારૂ પણ લાગે છે અને નથી લાગતું, વિદ્યાર્થીઓ
  • નિર્ણય ઠીક છે પણ મુલ્યાંકન થવુ જોઇતું હતું, વાલીઓ

કોરોના કાળ દરમ્યાન ધો.10 ની ઓફ લાઇન પરીક્ષા લેવાની કોઇ સંભાવના ન જણાતા આખરે રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમ વખત માસ પ્રમોશનના લેવામાં આવેલા નિર્ણયથી લોકોમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે.જેમાં ખેડા જિલ્લાની વાત કરીયે તો ધો.10માં 31,500 જેટલા વિધાર્થીઓ છે . જેની સામે ધો.11ની200 શાળામાં 15,000 જેટલા જ વિધાર્થીઓની ક્ષમતા છે તો અન્ય વિદ્યાર્થીઓનું શુ ? જોકે સરકારે શાળા સંચાલકોને પણ માસ પ્રમોશનના નામે ઇમ્યુનિટી આપી હોવાની ચર્ચા છે જેથી ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળશે.

વર્ષ દરમિયાન મહેનત કરી પણ પરિક્ષા રદ થતાં સારૂ પણ લાગે અને નથી પણ લાગતું
​​​​​​​
અમે સમગ્ર વર્ષ દરમ્યાન મહેનત કરી હતી. જો પરીક્ષા લેવાઇ હોત તો મારા સારા માર્ક આવતા. પરીક્ષા કેન્સલ થઇ તેનાથી સારૂ લાગે પણ છે, અને નથી પણ લાગતુ. > પુષ્પેન્દ્ર સીંગ, વિધાર્થી

પરિક્ષા થાત તો સારા માર્કસ આવતાં પણ રદ થઇ તો હવે શુ કરવુ તેની મુંઝવણ છે

અમારા શિક્ષકોએ ખુબજ મહેનત કરાવી . હવે પરીક્ષા રદ્દ થઇ છે, તો સારૂ લાગે છે, અને નથી પણ લાગતુ. જો પરીક્ષા લેવાઇ હોત તો ચોક્કસ અમારા માર્કસ સારા આવતા. પણ હવે કેન્સલ થઇ છે તો હવે શું કરવુ તે ખબર નથી પડતી. > કલ્પેશ શોઢા, વિધાર્થી

​​​​​​​મે બધાં જ વિષયનાં પેપર 3-3 વાર સોલ્વ કર્યા હતા : હવે ખરાબ ફિલિંગ્સ આવે છે

પરીક્ષા રદ થવાથી હું ખુબજ દુખી છું. મે આખુ વર્ષ ખુબજ મહેનત કરી હતી. છેલ્લા 3 માસ દરમ્યાન બધાં જ વિષયનાં પેપર 3-3 વાર લખીને તૈયારી કરી હતી. આ રીતે પરીક્ષા રદ્દ થવાથી ખરાબ ફીલિંગ્સ આવી રહી છે. > નેઇલ સુરાતી, વિધાર્થી

​​​​​​​સારૂ ના લાગ્યું, હોંશિયાર વિદ્યાર્થીઓ સાથે રાજ્યની સરકારે દગો કર્યો છે

સરકારે આ ખોટુ કર્યું છે. અમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું. હોશિયાર વિધાર્થીઓ સાથે સરકારે દગો કર્યો છે. છેલ્લા એક વર્ષથી મહેનત કરતા હતા, તૈયારી સારી હતી પણ હવે શુ કરીયે? > શ્રદ્ધા મિસ્ત્રી, વિધાર્થીની

​​​​​​​સરકારે જે નિર્ણય કર્યો છે તે ઠીક છે : કોઇ પણ પ્રકારની પરીક્ષા તો જોઇતી હતી

સરકારે જે નિર્ણય કર્યો તે ઠીક છે, પરંતુ કોઇ પણ પ્રકારે પરીક્ષા લેવાની જરૂર હતી. શાળાઓ, વિધાર્થી ઓએ સમગ્ર વર્ષ મહેનત કરી હતી. અમે માનીયે છેકે પરીક્ષા લેવાય તેવી સ્થિતિ નથી. પરંતુ કોઇપણ પ્રકારે ટેસ્ટ થવો જોઇતો હતો > સરીતા સીંગ,

સારૂ નથી થયુ, છોકરાઓની મહેનત હતી : હવે બધાનુ જે થશે તે આપડુ થશે

​​​​​​​

મારી દીકરી ભણવામાં હોશિયાર છે, ધો.10 અગત્યનું વર્ષ છે, એટલે તે ઘણી મહેનત કરતી હતી, પરંતુ હવે તેની મહેનત પર પાણી ફરી વળી ગયુ છે. અત્યાર સુધી મહેનત કરતા હતા. પરંતુ હવે બધાનું થશે તે આપણું થશે. > પ્રકાશભાઇ મિસ્ત્રી, વાલી

સરકારના નિર્ણયથી અમે સહમત નથી કોઇ પણ પ્રકારે મુલ્યાંકન થવુ જોઇતુ હતું

સરકારે જે નિર્ણય કર્યો છે, તેનાથી અમે સહમત નથી. આ વર્ષે બાળકોએ ખુબજ મહેનત કરીહતી. કારણકે ધો.10 એ મુખ્ય વર્ષ છે.જો સરકારે કોઇને કોઇ પ્રકારે ઇવેલ્યુસન કરી હોત તો વિધાર્થીઓનું વેલ્યુએશન થયું હોત. > હીના સુરાતી, વાલી

દિકરાના ભવિષ્યનો સવાલ છે : પરિક્ષા થાત તો આગળ શુ કરવુ તે ખબર પડત

મારા દિકરાને જીવનનું અગત્યનું વર્ષ હોવાથી તેને ખુબજ ટકોર કરીને ભણાવ્યો . પરંતુ હવે પરીક્ષા રદ્દ થઇ છે તો શું કરવુ? જો પરીક્ષા લેવાઇ હોત તો કોણે શું અભ્યાસ કર્યો તે ખબર પડત, અને આગળ શું કરાવવું તે પણ જાણવા મળતું. > મહેશ સોઢા, વાલી​​​​​​​

અન્ય સમાચારો પણ છે...