તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડીયાત્રા:‘સફરનો થાક લાગ્યો છે, હવે આરામ શોધું છું, જગાડે ના કોઇ મુજને, એવું ઠામ શોધું છું.’

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના કવિએ કવિતા લખી હતી

અમદાવાદના સાબરમતી સ્થિત પૂ.ગાંધી આશ્રમથી પ્રસ્થાન થયેલી દાંડીયાત્રા સોમવારે નડિયાદમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે પૂ.મહાત્મા ગાંધીજીની વિચારધારાને વરેલાં અને નવ સાક્ષરોની ભૂમિ છે એવા તથા જેને સાહિત્ય નગરીનું બિરૂદ મળ્યું છે એવા તેમજ કવિ તરીકે જેમના કાવ્યોમાં પૂ.બાપુની વિચારધારા વણાયેલી છે તેવા નડિયાદના પનોતાપુત્ર અને કવિ-સંગીતરત્ન સ્વ.ઘનશ્યામ ઠાકરને યાદ કરવા જ રહ્યાં.

ભૂતકાળના સંસ્મરણોના પડના અડાળાની ધૂળ ખંખેરી ઇ સોનેરી ઘડીમાં સરી પડીએ તો એ વખતે પૂ.મહાત્મા ગાંધીબાપુનો પડ્યો બોલ ઝીલવા નડિયાદના અમદાવાદી બજારના ખુલ્લા મેદાનમાં માનવમેદની હકડેઠઠ ભેગી થઇ હતી. ત્યારે નટપુર રત્ન કવિ-ગાયક-ગીતકાર-સંગીતકાર ઘનશ્યામ ઠાકરે આંગળીના ટેરવાને રમાડતાં રહી દિલરૂબા વાદ્યની સુરાવલીના સથવારે ‘ જુગ જુગ જીવો મોહન ગાંધી, જય ગાંધી... ગીત લલકાર્યું હતુ. ઇ ગીતને પુરૂં કરીને કવિ ઘનશ્યામ ઠાકરે બીજી સ્વરચિત રચનાના શબ્દોને કર્ણમધુર સુરોમાં ઝબોળી ગળાને મહાલતાં શબ્દોને દિલરૂબાના સંગીતની પાંખડીએ વહેતાં કરી ગાયું ‘ ધન્ય જીવન એનું છે, જેણે સેવાનાં વ્રત લીધાં, જગને અમૃત અર્પી પોતે વિષ વિષમ છે પીધાં..બસ નડિયાદના સૂરસાધક કવિ ઘનશ્યામ ઠાકરને રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની શાબાશી મળી હતી.

એક પ્રસંગને યાદ કરતાં સ્વ.ઘનશ્યામ ઠાકરના પૌત્ર અમીતભાઇ ઠાકરે જણાવ્યું કે, તેમના દાદા ક્ષયની માંદગીના બિછાને રહેતાં હતા અને જીવનના અંતિમ ક્ષણોમાં પૂ.યોગીજી મહારાજના પુનિત પગલાં પથારી પાસે પડતાં કવિ ઘનશ્યામ ઠાકરે અંતિમ ભજન ગાયું હતુ કે, ‘સફરનો થાક લાગ્યો છે, હવે આરામ શોધું છું. જગાડે ના કોઇ મુજને, એવું ઠામ શોધું છું.’

અન્ય સમાચારો પણ છે...