તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિનાર:મેડિકલ સ્ટોર પરથી તાવ, શરદીની દવા લેશો તો આરોગ્ય અધિકારીને જાણ થશે

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ સ્ટોરના સંચાલકોને ACSYS નામની પ્લીકેશન અપાઈ

ખેડા કલેક્ટર આઈ.કે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના કેમીસ્ટોનો સેમિનાર જિલ્લા પંચાયતમાં યોજાયો હતો. જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા ખાસ એપ્લીકેશનનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. ગાંધીનગર જિલ્‍લાના પાયલોટ પ્રોજેકટ તરીકે જે મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ACSYS એટલે કે Advanced covid-19 Syndromic Survelliance Systemના અમલીકરણ માટે તમામ ખાનગી કેમીસ્ટ, તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડીકલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી.

આ મોબાઇલ એપથી તમામ કેમીસ્ટ તેમના મેડિકલ સ્ટોર પર આવતા કોવિડ 19ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસોની માહિતી તેમના મોબાઇલમાં એપ થકી ભરશે. જે માહિતી તે જ સમયે સંબંધીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી અર્બન કેન્દ્રના મેડિકલ ઓફિસરના મોબાઇલમાં દેખાશે. જેથી ત્વરીત સર્વેલન્સ, સ્ક્રીનીંગ, રેપીડ સ્ટેટ જેવી કાર્યવાહી હાથ ધરી શકાશે અને આ રીતે કોવિડ-19ના કેસોને શરૂઆતના સ્ટેજમાં જ સારવાર હેઠળ મૂકી શકાશે. આ સેમિનારમાં સૌ કેમિસ્ટોએ સ્થળ પર જ અતિ ઉપયોગી એવી આ મોબાઇલ એપ ડાઉનલોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...