તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:2 દિવસમાં રૂપિયા ભરી દો નહીં તો દર્દીને રસ્તા પર મૂકી દઇશું : તબીબ

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદની આસ્થા હોસ્પિટલમાં વૃદ્ધાના મોત બાદ હોબાળો
  • દર્દી 12 દિવસથી દાખલ હતાં ICUનો ખર્ચ તો આવે જ ને!

નડિયાદના રબારી વાસમાં આવેલ આસ્થા હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીથી દર્દીનું મૃત્યુ નિપજાવ્યાનો આરોપ લાગ્યો છે. દર્દીનું મૃત્યુ થઇ ગયું ત્યાં સુધી સ્ટાફે પરિવારને મુલાકાત ન થવા દીધી હોવાના આક્ષેપ કરાયા હતા.

શહેરના પીજભાગોળ દાંડીયા ફળીયામાં રહેતા તોસિફ ગનીભાઇ ખલીફાની માતા જુબેદાબેન 10 દિવસ અગાઉ એક્ટિવા પરથી પડી જતા દાખલ કરાયા હતા. બાદ ઇન્ફેક્શન થતા ફરી આજ હોસ્પિટલમાં લવાયા હતા. સારવાર બાદ જુબેદાબેનની તબિયતમાં સુધારો થયો હતો.

હોસ્પિટલ દ્વારા ટુકડે ટુકડે પરિવાર પાસેથી રૂ.55 હજાર જમા કરાવ્યા હતા. પરંતુ સોમવારના રોજ બીજા રૂપિયાની માંગણી કરતા પરિવારે બે દિવસનો સમય માંગતા હોસ્પિટલ સ્ટાફે ‘ જો બેદ દિવસમાં રૂપિયા નહી ભરો તો દર્દીને રસ્તા પર મુકી દઇશું’ તેવો જવાબ આપ્યો હોવાની પોલીસ મથકમાં અરજી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...