તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયાપલટ:વતનપ્રેમ યોજના સફળ થાય તો ગામડાઓની કાયાપલટ નક્કી થશે

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં 7 હજારથી વધુ પરિવાર વિદેશમાં વર્ષોથી સ્થાયી છે, માતૃભૂિમનું ઋણ અદા કરે છે

ખેડા જિલ્લાના 610 ગામોમાંથી મોટાભાગના ગામોના 10થી વધુ પરિવારો વિદેશમાં વર્ષોથી સ્થાયી છે. તેનો લાભ માતૃભૂમિને અવારનવાર મળતો હોય છે. ત્યારે ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ ઊભીકરવા માટે રાજય સરકાર દ્વારા વતનપ્રેમ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના વિકાસના કામો માટે વિદેશ કે કોઇ પણ જગ્યાએે રહેતા ગામના વતનની માતૃભૂમિનું ઋણ અદા કરવા માંગતા હોય પોતાના ગામમાં પાયાની સુવિધા ઊભી કરવા માંગતા હોય તેવા દાતાઓ માટે સરકારે આ યોજના અમલી બનાવી છે. જેમાં દાતાની 60 ટકા અને સરકારની 40 ટકા રકમથી વિકાસના કામો હાથ ધરાશે.

આ વતનપ્રેમ યોજનાને સફળ બનાવવા માટે વતન પ્રેમ યોજના સોસાયટીની રચના કરવામાં આવશે. આ સોસાયટી અંતર્ગત ગવર્નિંગ બોડી અને કારોબારી સમિતિ રહેશે. જેમાં સરકારના નવ સભ્યો અને ગામની બે પ્રતિષ્ઠિત વ્યકિતને સમાવવામાં આવશે. તેઓની દેખરેખ હેઠળ ગામના વિકાસના કામો કરવામાં આવશે. દાતાઓ દ્વારા જે કામ માટે દાન આપવામાં આવે તે કામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામની તાંત્રિક વિધિ અને વહીવટી મંજૂરીની કાર્યવાહી કરવાની રહેશે.

ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામેગામ ગ્રામ પંચાયત દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. આગામી સિઝનમાં એનઆરઆઈ આવે તેવી સંભાવના છે, ત્યારે ગામના વિકાસમાં તેઓ યોગદાન આપે તે માટે અત્યારથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વતનપ્રેમ યોજના હેઠળ ગામમાં કયા કામો કરાશે
શાળાના ઓરડા અથવા સ્માર્ટ કલાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી-મધ્યાહન ભોજનનું રસોડું, સ્ટોરરૂમ, પુસ્કાલય, રમતગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાનગૃહ, વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર અને એસટીપી, તળાવ બ્યુટીફીકેશન, એસટી બસ સ્ટેન્ડ, સોલર એનર્જી સ્ટ્રીટલાઈટ અને પાણીના ટયુબવેલ-કુવાની પાણીની ટાંકીની મોટર સહિતના કામો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...