આક્રોશ:કર્મચારીઓને નોકરીમાં પરત નહીં લેવાય તો આંદોલનની ચીમકી

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને નોકરીમાં પરત નહીં લેવાય તો આંદોલનની ચીમકી

ખેડાના હરિયાળા પાસે આવેલી અમન્તો કંપનીના કર્મચારીઓને છૂટા કરવાના મુદે્ વિવાદ વકર્યો છે, અને પગારની માગણી કરનાર કર્મચારીઓને છૂટા કરાયા બાદ તેઓને ત્રણ દિવસમાં પરત નહીં લેવાય તો સર્વ સમાજ સેનાના પ્રમુખ દ્ધારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તા. 18/5/2020ના રોજ હરિયાળા નજીકની અમન્તા કંપનીની બહાર કર્મચારીઓએ પગારની માગણી કર્યા બાદ 800 કર્મચારીઓના ખાતામાં કંપની દ્ધારા પૈસા તો જમા કરાયા હતા. પરંતુ બે દિવસ બાદ પગાર અંગે જાહેરમાં બોલનાર કર્મચારીઓને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી છે. જેથી કર્મચારી વર્ગને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે કલેક્ટર આઇ. કે. પટેલને આવેદનપત્ર આપ્યું હતું, અને નોકરીમાંથી કાઢી રૂખસદ આપવામાં આવી છે. તેથી ફેકટરી ઇન્સ્પેક્ટરની કામગીરીની પણ શંકાસ્પદ બની છે. જો છૂટા કરાયેલા કર્મચારીઓને ત્રણ દિવસમાં નોકરીમાં નહીં લેવાય તો મહિપતસિંહ ચૌહાણ દ્ધારા તા. 30મી મેથી કંપનીના માલિકના ઘરની બહાર અચોક્કસ મુદત સુધી ઉપવાસ કરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...