તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિયો વાયરલ:રઢુ PHCમાં ગેરહાજર ડોક્ટરે BJP કાર્યકરને કહ્યું, ‘જો મારી બદલી ગોધરા થાય તો પણ મને વાંધો નથી.. નીતિન પટેલ સાથે મારે સંબંધ છે, 2 લાખ આપી દઇશ’

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. M.H. મકવાણા રઢૂ પીએચસી સેન્ટર - Divya Bhaskar
ડો. M.H. મકવાણા રઢૂ પીએચસી સેન્ટર
  • રઢુ PHCમાં ફરજ પર ગેરહાજર ડોક્ટરે તપાસકર્તા BJPના કાર્યકરને ફોન કરી રોફ જમાવ્યો

મે માસમાં કોરોનાની કામગીરીની તપાસ માટે ભાજપ દ્વારા સમિતીની રચના કરાઈ હતી. જે કમિટિના ઉપાધ્યક્ષ ચંદ્રેશભાઇ, મહામંત્રી જગતસિંહ અને ખેડાના ઇન્ચાર્જ કિરીટદાન બારોટ 12 મે ના રોજ રઢુ PHC પર પહોચ્યા ત્યારે ડૉક્ટર એમ.એચ. મકવાણા ગેરહાજર હોવાનું ધ્યાન પર આવતા કિરીટદાનના ફોન પરથી ડોક્ટરને ફોન કરી તેઓનું લોકેશન પૂછવામાં આવ્યું હતુ. અને કમિટિ મેમ્બરોએ ડૉક્ટરની ગેરહાજરી હોઇ PHCના ફોટા પડ્યા હતા. આ બાબતનું મન દુઃખ રાખી મોડી સાંજે ડૉક્ટરે કિરીટદાનને ફોન કરી ‘પોતાને નિતીન પટેલ સાથે સીધો સંબંધ છે, રૂ.2 લાખ તરત જ આપી દઇશ, મારી પાસે હાલ રૂ.10 લાખનું બજેટ છે.’ તે પ્રકારના વાક્યો ઉચ્ચાર્યા હતા જેની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી.

ડો.એમ.એચ.મકવાણા અને કિરીટદાન બારોટ વચ્ચે થયેલી 14 મિનિટની વાતચીતની ઓડિયો ટેપના અંશો ડોક્ટર: હેલો..કોગ્રેસ ભાજપ છોડો.. કાર્યકર: મારે સાહેબ એવુ કશું હોય જ નહી.. બધાં મારા ગામના ગ્રામજનો છે. ડોક્ટર: નરેન્દ્રસિહ આપણને સેવા આપે છે..મારી વાત સાંભળો કાર્યકર: સાહેબ તમે મારા મિત્ર છો, મારે તમારી સાથે એવુ હોય જ નહી.. ડોક્ટર: મારી વાત સાંભળો.. એક કાર્યકર તરીકે હું તમારી ઇજ્જત કરું છુ.. જુઓ, હું ક્લાસ ટુ ઓફિસર છુ મારી બદલી ગોધરા થાય તો પણ વાંધો નથી.. ‘એક વાત તમને કહીં દવ નિતીન પટેલની સાથે મારે સીધા કોન્ટેક્ટ છે, 2 લાખ રૂપિયા હું એટ-અ-ટાઇમ આપી દઇશ. મારી પાસેે હાલ રૂ.10 લાખનું બજેટ છે. કાર્યકર: સાહેબ, મેં તમને તો કોઇ ખોટી વાત કરી જ નથી, સમજો ડોક્ટર: હજુ તમને રિકવેસ્ટ કરૂ છુ.. તમે મારી વાત સમજો..આપણે સંપીને કામ કરીયે. કાર્યકર: સાહેબ જુઓ સેવાના કામમાં આપણે એવું રાખતા જ નથી. આપણે સંપીને કામ કરીયે ડોક્ટર: મારે એટલું જ કહેવું છે કે તમે મારી વિરુધ્ધ ના જશો. કાર્યકર: હજુ માનું છુ સાહેબ.. નિતીનભાઇ સાથે તમારા ડાયરેક્ટ સંબંધ છે, તમે પૈસા આપો એટલે તમારૂ કામ કરી નાખે.. ડોક્ટર: અરે કોઇ બી.. ભાજપના આપણા પ્રમુખ કોણ.. જિલ્લા પંચાયતના કાર્યકર: આપણા જિલ્લા પંચાયતના, નયનાબેન પટેલ ડોક્ટર: હા, નયનાબેન પટેલના મારી પર બે વાર ફોન આવી ગયા, મારી બદલી માટે કાર્યકર: આપણે મળીને કામ કરવાનું છે.. ડોક્ટર: હું તમને પર્સનલી કહું છું કે મારી વિરુધ્ધ ના જશો.. કોઇ વાતે ના જશો, તમે એવું પણ ના માનશો કે મારી લીંક નથી. બધાની લીંક હશે, સીએમ જોડે.. કાર્યકર: મને મારા પદાધિકારીએ ફોન કરવાનું કીધું એટલે મે ફોન કર્યો હતો ડોક્ટર: પણ મે રસીકપુરા કીધું એટલે શું? રસીકપુરામાં જ હાજર રહેવું જરૂરી છે? મારે છોકરૂ છે, મારે બૈરી છે, મારા બંને છોકરાને પરણાવી દીધા, હુ દાદા છુ... મારે ઘરે જાવ કે ન જાવ? 24X7 એટલે એનો મતલબ એમ કે મારે જીંદગી બરબાદ કરીને અહીંયાજ રહેવાનું? કાર્યકર: ના ના સાહેબ, એવું ના હોય ડોક્ટર: તમે એક કામ કરો -બારોટ. ખેડા જિલ્લામાં તમે સીડીએચઓને ફોન કરો. ખેડા જિલ્લામાં કેટલા 24X7 પીએચસી છે, અને કેટલા ડોક્ટર હાજર રહે છે? કાર્યકર: ના સાહેબ મારે એવુ કરવાની ક્યાં જરૂર છે. ડોક્ટર: એક વાત સાંભળો સેજલના પિતા જગદસિહ મારી અંડરમાં જ છેને, ગમેતે સમયે હું ગાલી દઇશ, હું ગમેતે કરી શકું છુ.. પણ હું તમારી રિસ્પેક્ટ કરૂ છુ કાર્યકર: પણ અમે ક્યાં ના પાડી સાહેબ કે તમે નથી કરતા. ડોક્ટર: કાલ સવારે હું 11 હજાર ડોનેશન કામનાથ મહાદેવમાં આપીશ, હું ચેક લખી આપીશ બોલો. કાર્યકર: બરાબર છે, સાહેબ એ તો સેવાનું કામ છે. ડોક્ટર: તમે નહીં માનો મારી પાસે અત્યારે 77 લાખ રૂપિયા પડ્યા છે કાર્યકર: કેટલા? ડોક્ટર: 77 લાખ, મારે દાન આપવું હોય તો હું રાહ જોઇશ? કાર્યકર: બરાબર છે, સાહેબ ડોક્ટર: મારી વાત સાંભળી લો હું એમ.બી.બી.એસ છુ.. કાર્યકર: તમે ક્લાસ 2 ઓફિસર કહેવાવ સાહેબ ડોક્ટર: હું રજિસ્ટર્ડ મેડિકલ ઓફિસર છું, કાલે મારી બદલી ગોધરા થઈ જશે. કાર્યકર: તમને તો ગોધરામાં પગાર મળવાનો જ છે ને સાહેબ ડોક્ટર: હું ગોધરા જતો રહીશ, મારા છોકરા પરણાવી દીધા છે. કાર્યકર: સાહેબ તમે અહીં રહો ને તમારે ગોધરા જવાની ક્યા જરૂર છે. થેન્ક યુ સાહેબ..

ડૉકટરે અંગત મનદુઃખ રાખી મને ફોન કરી 14 મિનિટ સુધી બફાટ કર્યો હતો
હું રઢુ ગામનો રહેવાસી હોઇ મને ખેડા તાલુકા ઇન્ચાર્જની જવાબદારી સોંપાઇ હતી. કોરોના કાળમાં પ્રતિનિધિ મંડળ સાથે રઢુ પીએચસી કેન્દ્ર પર ગયા હતા. તે સમયે ડોક્ટર હાજર ન હતા. જેથી મારા મોબાઇલથી ફોન કરી લોકેશન જાણવા પ્રયાસ કર્યો હતો. જેનું અંગત મનદુઃખ રાખી મને ફોન કર્યો હતો, અને 14 મિનિટ બફાટ કર્યો હતો.

કિરીટદાન બારોટ ભાજપ કાર્યકર
કિરીટદાન બારોટ ભાજપ કાર્યકર

અરે ભાઇ ગુસ્સામાં બોલાઇ ગયું હતું..
‘એ ભાઇ મને વારંવાર ધમકી આપતા હતા કે તમારી બદલી કરાઇ દઉં, આમ કરાઇ દઉં. મને માનસિક ત્રાસ આપતા હતા એટલે હું ગરમ થઇને બોલી ગયો હતો. કોઇ તમને માનસિક ત્રાસ ઘડીયે ઘડીયે આપે તો તમે ગરમ થઇને બોલી જાવ. હુ ભૂલ સ્વીકારું છું કે મને ગરમ કર્યો એટલે હું બોલ્યો. બાકી મારે કોઇની સાથે સબંધ નથી’.

અન્ય સમાચારો પણ છે...