ધમકી:મારા ખેતરમાં કુદરતી હાજત કેમ કરે છે તેમ કહીં માર માર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

મહુધાના ખાંડીવાવ રણછોડપૂરામાં રહેતા હુકાભાઇ ચૌહાણને ગુરુવારની વહેલી સવારે પેટમાં દુખતા બાજુના ખેતરમાં કુદરતી હાજતે ગયા હતા. તે સમયે ખેતર માલિક પ્રવિણભાઇ પાણી વાળતા હતા. તે હુકાભાઇને જોઇ જતાં કહેલ કે કેમ મારા ખેતરમાં કૃદરતી હાજત કરે છે. તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલી હાથમાં રહેલ પાવડાનો દસ્તો શરીરે માર માર્યો હતો.

જેથી હુકાભાઇ બૂમાબૂમ કરતા ઘરના માણસો દોડી આવ્યા હતા.તે સમયે પ્રવિણભાઈએ કહેલ કે આજે તુ બચી ગયો છે,ફરી ખેતરમાં આવીશ તો તને જીવતો છોડીશુ નહીં તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે હુકાભાઇ સાલુભાઇ ચૌહાણ મહુધા પોલીસ મથકે પ્રવિણભાઇ વીરાભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...