તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:હુ આવું છુ.. કહીને મિત્રોની સાથે રમવા નિકળેલો આકાશ પરત આવ્યો જ નહી

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીકેવી રોડ પર વીજ થાંભલાનો કરંટ લાગતા કિશોરનું મોત

આજે સવારે મારો ભાઇ આકાશ મારી સાથે રમી રહ્યો હતો. તેના મિત્રોએ તેને બોલાવતા ‘હુ આવું છુ કહીં તે રમવા નીકળ્યો હતો. અને થોડી જ વારમાં પપ્પાને ખબર પડી કે તેની સાથે કઇક ઘટના બની છે.’ ફોન પર વાત કરતા આકાશના ભાઇ જયેશના આ શબ્દો હતા.. વીકેવી રોડ પર આવેલ આવેલ કબીરપુરમાં રહેતો 15 વર્ષીય આકાશ મિત્રો સાથે રમતા રમતા વીજ થાંભલા પાસે પહોચ્યો હતો.

જ્યાં થાંભલાને અડકતા જ તેને વીજ કરંટ આવ્યો, ઘટનાને પગલે પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે એમ.જી.વી,સી.એલની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. જોકે તેઓ એ મડિયા સાથે કઇ પણ વાત કરવાનું ટાળ્યું હતું. મોડી સાંજ સુધી સમગ્ર ઘટના અંગે ટાઇન પોલીસ સ્ટેશનમાં પણ કોઇ નોંધ થઇ નથી.

અનેક વાર વીજ તંત્રને રજુઆતો કરાઇ છે
ઘટનાને પગલે એકત્ર થયેલા સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં ઘણા સમયથી ખુલ્લા વાયરો અને થાંભલા જોખમી સ્થિતિમાં હતા. વારંવાર વીજ તંત્રને રજુઆતો કરાઇ હતી. પરંતુ આજે કિશોરને કરંટ લાગવાની ઘટના બનતા તાબડતોબ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી.> નરેશ માળી, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...