અકસ્માત:ST વર્કશોપ પાસે બસ નીચે બાઈક ઘૂસી જતાં પતિનું મોત, પત્નીને ઇજા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 સંતાનના પિતાને માથાના ભાગે ઈજા પહોંચતા જીવ ગુમાવ્યો

નડિયાદમાં કપડવંજ રોડ પર S.T વર્કશોપથી બહાર નીકળતી બસની નીચે બાઈક ઘૂસી જતાં દંપતિનો અકસ્માત થયો છે. જેમાં પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે પત્નિ સારવાર હેઠળ છે.

મળતી માહિતી પ્રમાણે, સિહુંજના ચીકુવાળા ફળિયામાં રહેતા મહેશભાઈ કાંતિભાઈ પરમાર (ઉ.વ 40) પત્નિ સંગીતાબેન (ઉ.વ 35) સાથે કોઈ કામથી નડિયાદ આવતા હતા. તે દરમિયાન એસ.ટી નગર વિસ્તારમાં S.T વર્કશોપથી બહાર નીકળતી બસ નં જીજે 18 2 2507ની નીચે બાઈક ઘૂસી જતાં તેમનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં દંપતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડ્યાં હતા. જ્યાં મહેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો સંગીતાબેન હાલ, સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...