તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થર્મલ પાસે કારે દંપતિને ટક્કર મારતા પતિનું મોત

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાલીયા ખાતે રહેતા રમેશભાઈ પરમાર તેમની પત્ની ગીતાબેન સાથે એકટીવા લઈને હીરાના મુવાળા તરફથી સેવાલીયા આવવા માટે નીકળ્યા હતા. ત્યારે થર્મલ ચોકડી આગળ નર્મદા કેનાલ બાજુ હીરાના મુવાળા તરફથી સેવાલીયા આવવા રોડ ક્રોસ કરતા હતા.ત્યારે થર્મલ બાજુથી અચાનક ગાડી પુરઝડપે આવી એક્ટિવાને ટક્કર મારી હતી.

એકટીવા પર સવાર પતિપત્ની એક બાજુ ફંગોળાઈ ગયા હતા.અકસ્માત સર્જાતા ગાડી ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો અકસ્માતમાં પતિ-પત્નીને ગંભીર ઈજાઓ થતાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રમેશભાઈનું મોત નીપજ્યું હતું.અને તેમની પત્ની ગીતાબેનની હાલત ગંભીર હોવાને લીધે તેમને ગોધરા સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. સેવાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...