તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પત્નિની નોકરી છૂટે હજુ 15 દિ’ થયાને અકસ્માતમાં પતિનું મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 પુત્રોએ કિશોરાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવી

નડિયાદની પવનચક્કી રોડ પર ગુણાંતીત જ્યોત સોસાયટીમાં રહેતા કેયુરભાઈ પટેલ આણંદની ગણેશ ચોકડી ખાતે નમકીનની દુકાન આવી છે. નમકીનનો વેપાર કરતા કેયુરભાઈના પત્નિ કોમલબેન પટેલ નડિયાદની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. કેયુરભાઈ અને તેમની પત્નિ કોમલને સંતાનમાં કુંજ અને નૈતિક કરીને બે દિકરા છે. જેમની ઉંમર 17 અને 12 વર્ષ છે. બંને દિકરા હજુ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.

કોમલબેનને તેમની નોકરીમાંથી ગણતરીના દિવસો પહેલા જ છુટા કરાયા હતા. ત્યારે ગઈકાલે ફરી એકવાર પરિવારના માથે આભ તૂટી પડ્યુ છે. વહેલી સવારે પોતાની દુકાને જવા નીકળેલા કેયુરભાઈ પટેલનો કણજરી નજીક ગોઝાંરો અકસ્માત થયો હતો. જેમાં તેમનું સ્થળ પર જ મોત થયુ હતુ.

કેયુરભાઈના પારાવારીક ભાઈ પ્રિતેશ પટેલે આ અંગે નોંધાવેલી ફરિયાદમાં ટ્રક ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હોવાનું જણાવ્યુ છે. પોલીસે આ દિશામાં પોતાની તપાસ હાથ ધરી છે. ત્યારે 15 જ દિવસમાં પત્નિએ નોકરી અને પતિ બંને ગુમાવ્યા છે. જ્યારે પુત્રોએ કિશોરાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારને મોટો આઘાત લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...