તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઠાસરાના રાણીપોરડામાં કોવિડ સેન્ટરના ખર્ચા બાબતે તલાટીને મારવાના ગુનામાં મહિલા સરપંચના પતિ અને પુત્ર સામે ફરિયાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલો ટીડીઓ અને મેડીકલ ઓફિસરની હાજરીમાં બન્યો
  • ઠાસરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં એક વિચિત્ર બનેલા બનાવે ભારે ચકચાર જગાવી છે. મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ ભેગા મળીને તલાટી સાથે ધોલધપાટ કરી છે. તે પણ તાલુકા વિકાસ અધિકારી અને મેડીકલ ઓફિસરની હાજરીમાં બનેલા આ બનાવે પંથકમાં સનસનાટી મચાવી છે. કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન ખર્ચા બાબતે થયેલ મારામારીના પ્રકરણમાં તલાટીએ મહિલા સરપંચના પતિ અને તેના પુત્ર વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આયોજનના ખર્ચા બાબતે તલાટી સાથે ઝઘડો કર્યો

કઠલાલમાં રહેતા અને ઠાસરા તાલુકાના રાણીપોરડા મુકામે તલાટીની ફરજ બજાવતા 44 વર્ષિય રમેશ પંજાબી સાથે ગતરોજ મારામારીના બનાવો બન્યો હતો. જશુનામુવાડા ગામે પ્રાથમિક શાળામાં ઉપરોક્ત તલાટીએ બેડની વ્યવસ્થા ઉભી કરેલ હતી. ઠાસરા તાલુકા વિકાસ અધિકારી તથા મેડીકલ ઓફિસરે ત્યાં પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ સમયે રમેશ પંજાબીએ સરપંચને ફોન કરી શાળામાં બોલાવ્યા હતા. મહિલા સરપંચના પતિ રણજીતસિંહ રાઠોડ અને તેમનો દિકરો સંજય રાઠોડ બપોરના અરસામાં ત્યાં આવી પહોંચી આ આયોજનના ખર્ચા બાબતે તલાટી સાથે ઝઘડો કર્યો હતો.

પિતા પુત્રએ ભાન ભુલી તલાટી સાથે ધોલધપાટ કરી

આ ઝઘડો ઉગ્ર બનતા ઉપરોક્ત પિતા પુત્રએ ભાન ભુલી તલાટી સાથે ધોલધપાટ કરી હતી. આ સમગ્ર મામલો ટીડીઓ અને મેડીકલ ઓફિસરની હાજરીમાં બન્યો હતો. આ સંદર્ભે આજે તલાટી રમેશ પંજાબીએ ઉપરોક્ત મહિલા સરપંચના પતિ અને પુત્ર વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બન્ને સામે આઈપીસી 332, 323, 504, 506(2),186 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...