તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:જમીન લે-વેચની તકરારમાં પિત-પુત્ર જેલમાં ગયા, પત્નીએ ચોરીની બીકે 50 લાખ રોકડા અને દાગીના જમીનમાં દાટ્યા, 4 શખસે માર મારી લૂંટી લીધા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નડિયાદ રુરલ પોલીસ સ્ટેશન. - Divya Bhaskar
નડિયાદ રુરલ પોલીસ સ્ટેશન.
 • નડિયાદ જીઆઈડીસીમાં પત્નીએ દાગીના ચોરી થશે એ બીકે જમીનમાં સંતાડ્યા અને 4 શખસ ચોરી ગયા
 • પરિવારે ખાનગી રાહે તપાસ કરીને ચારેયને ઓળખ્યા : રુરલ પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ જીઆઇડીસીમાં લોખંડના ડ્રમ બનાવવાની ફેક્ટરી બંધ હાલતમાં છે. જોકે વોચમેન તરીકે ફરજ બજાવતા આધેડને જમીન લે-વેચના મામલે તકરાર થતાં તેમના વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ થતાં પિતા-પુત્ર જેલમાં હતા. આ સમયે ચોરી થવાની બીકે વોચમેનની પત્નીએ દાગીના અને રોકડ ખાડો ખોદી સંતાડી દીધા હતા, જે 4 શખસ ચોરી જતાં આ મામલે નડિયાદ રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નડિયાદ જીઆઇડીસીમાં અરવિંદભાઈ રમણભાઈ ઝાલા વોચમેન તરીકે ફરજ બજાવે છે. તેમણે તેમના મિત્રને આપેલા ઉછીના રૂ. 2,20,000 મામલે તકરાર થયા બાદ તેમની સામે એટ્રોસિટી અન્વયે ફરિયાદ નોંધાતાં અરવિંદભાઈ અને તેમના પુત્રની અટક કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પતિ-પુત્રને જેલ થતાં ચોરીની બીકે અરવિંદભાઇનાં પત્ની સોનલબેને રૂ. 2,20,000ના દાગીના અને રોકડા રૂ. 50 લાખ ફેક્ટરીની જમીનમાં ખાડો ખોદીને સંતાડી દીધા હતા, જે 4 અજાણ્યા શખસે સોનલબેન અને તેમની દીકરીને માર મારી લઇ ગયાં હતાં. આ બાબતમાં ખાનગી તપાસમાં ચોરી સંજય રઈજીભાઈ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઇ તળપદા, નરેન્દ્ર સંતુભાઈ તળપદા અને દિનેશ ગોવિંદભાઈ તળપદાએ કરી હોવાનું માલૂમ પડતાં રુરલ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર: અંદાજે રૂ. 2,20,000ના દાગીના જમીનમાં દટ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર: અંદાજે રૂ. 2,20,000ના દાગીના જમીનમાં દટ્યા હતા.

સોનાની ખરીદી અને જમીનના સોદાને કારણે આરોપી ઓળખાયા
જીઆઇડીસી વિસ્તારમાં રહેતો સંજય ભાડાની ગાડી ફેરવે છે, તેણે કોઈ જગ્યાનો સોદો કર્યો હોવાનું અરવિંદભાઇના ધ્યાને આવ્યું હતું તેમજ ક્રિશ્ના ટાયરની બાજુમાં રહેતા દેવેન્દ્ર રિક્ષા ચલાવતો હોવા છતાં મહેમદાવાદ પાસે ફાર્મ હાઉસનો સોદો કર્યાની તેમજ રૂ. 3 લાખના સોનાના દાગીના ખરીદ્યાની જાણ થવા ઉપરાંત નરેન્દ્રએ પણ સોનું ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગરીબ પરિવાર હોવા છતાં સોનુ અને દાગીનાની ખરીદી આ શખસોએ કરતાં તેમની શંકાના આધારે તપાસ કરી ફરિયાદ નોંધાવી હતી. જોકે સોનલબેન સોનાના દાગીના, રોકડા રૂ.50 લાખ 3 થેલામાં ભરી આ ત્રણ થેલા સમાય એટલો ખાડો દીકરી સાથે મળીને ખોદ્યો હતો.

ઇસમ ખાડામાં દાગીના ચોરી કરીને લઇ જતાં જીવનની પૂંજી લૂંટાઈ ગઈ હતી.
ઇસમ ખાડામાં દાગીના ચોરી કરીને લઇ જતાં જીવનની પૂંજી લૂંટાઈ ગઈ હતી.

વોચમેનને દાગીના જમીનમાં સંતાડવાનું ભારે પડયું
નડિયાદ જીઆઇડીસીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા શખસ જમીન લે-વેચનો ધંધા કરીને ટુકડે ટુકડે સોનાના દાગીના વસાવ્યા હતા. ભવિષ્યમાં કામે લાગશે એ હેતુથી તેણે બેંકના લોકરમાં મૂકવાની જગ્યાએ બંધ પડેલી લોખંડ ફેકટરીની જમીનમાં ખાડો ખોદીને દાગીના સંતાડ્યા હતા. કોઇ ઇસમ ખાડામાં દાગીના ચોરી કરીને લઇ જતાં જીવનની પૂંજી લૂંટાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો