દુષ્પ્રેરણાના બનાવમાં ધરપકડ:કપડવંજના ગૌચરના મુવાડામા પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ તથા સાસુની ધરપકડ કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા પતિ તથા સાસુનાં ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો

કપડવંજના ગૌચરના મુવાડામા પરિણીતાએ પોતાના પતિ તથા સાસુનાં ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરતા પતિ અને સાસુની અંતે ધરપકડ કરાઈ છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના લાલજીપુરા ગામે રહેતા વિજયસિંહ સોમસિહ સોલંકીની દીકરી શિલ્પાના લગ્ન ગયા વર્ષે કપડવંજ તાલુકાના ગૌચરના મુવાડા ખાતે રહેતા ગોવિંદભાઈ ઝાલાના દિકરા વિજય સાથે થયા હતા. છેલ્લા ચારેક માસથી શિલ્પા તથા વિજયનું ઘરસંસાર ડામાડોળ પર આવી પહોંચ્યું હતું. ઘરનાં કામકાજ બાબતે તથા બિનજરૂરી બોલાચાલી કરી અને પત્ની તરીકે વિજયે નહીં સ્વીકારતા જે બાબતને લઈ અવારનવાર બંને વચ્ચે તકરાર થતી હતી.

આ બાબતે પુત્રવધૂએ તેની સાસુને જાણ કરતા તેઓ પણ પોતાના દીકરાનું ઉપરાણું લઇ શિલ્પાને માનસિક ત્રાસ આપતા હતા અને જણાવતા હતા કે તારે ઘર બાંધવું હોય તો બધું સહન કરવું પડશે અને જો તારાથી સહન ન થાય તો તું મરી જા તેમ કહી તેઓ બંને લોકો શિલ્પાની અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસ સહન ન થતાં ગત 9 એપ્રિલે શિલ્પાએ પોતાના સાસરીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ બનાવ સંદર્ભે વિજયસિંહ સોલંકીએ ઉપરોક્ત પરિણીતાના પતિ વિજય ગોવિંદભાઈ ઝાલા તથા સાસુ કૈલાશબેન ઝાલા સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 306,498A, 114 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસે ભાગી ગયેલા પતિ અને સાસુની છેવટે આ કેસમાં ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...