તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું નિકંદન:થર્મલ પાવર યુનિટ-8ના નિર્માણમાં લાખો વૃક્ષોના નિકંદન બાદ કેટલા વૃક્ષ ઉછેરાયા?

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના સૌથી મોટા વિજમથક વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે યુનિટ નં.8ના નિર્માણ હેતુ આ જગ્યામાં લાખો વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હતું. યુનિટ નં. 8નું ભૂમિપૂજન તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયું હતું.

ટીમ્બાના મુવાડા ગામના એક જાગૃત નાગરિક રિપલ પટેલ દ્વારા થર્મલના મુખ્ય ઈજનેરને વૃક્ષોના નાશ કરવા અને પર્યાવરણ જાળવવા બાબતે શું કરશો તેવા પ્રશ્નો ચલાવ્યા હતાં. જેમાં તે સમયે મુખ્ય ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા જણાવાયું હતું કે અમે આ કાપી નાખેલા વૃક્ષોની અવેજમાં બમણા વૃક્ષો ઉછેરીશું પરંતુ આજે પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં અંગે એક પણ વૃક્ષ થર્મલ સત્તાધીશો દ્વારા ઉછેરાયું નહિ હોવાના આક્ષેપો સાથે આ નાગરિક ફરી મેદાને આવ્યા છે. અને તેઓએ જણાવ્યું હતું કે અમોને ચીફ એન્જીનીયર એન.સી.પટેલ દ્વારા બમણા વૃક્ષો ઉછેરવાની હૈયાધારણ આપવામાં આવી હતી. જે અંગે આજદિન સુધી થર્મલ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી કે કોઈ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી. તો પોલ્યુશન ઓકતા પાવર હાઉસના અધિકારીઓ પર્યાવરણ બચાવવા ક્યારે બમણાં વૃક્ષો વાવશે? અને ક્યાં વિસ્તારમાં વાવશે? તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...