તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:ખેડાના મહીજમાં બુટલેગરના ઘર પર દરોડો, 52 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 2 લોકો સામે ગુનો નોંધવામા આવ્યો

ખેડા તાલુકાના મહીજમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરના ઘરે છાપો મારી અડધા લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરાયો છે. આ બુટલેગર જ્યાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો તે ઇસમ સામે પણ ગુનો દાખલ કરાયો છે. આમ ખેડા પોલીસે બે વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી 52 હજાર 800ના દારૂ સાથે એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 64 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખેડા તાલુકાના મહીજના ભુદરપુરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો વેપલો કરતો બુટલેગરના મકાનમાં ખેડા ટાઉન પોલીસે ગત મધરાત્રે છાપો માર્યો હતો. અહીંયા દારૂનું વેચાણ કરતો મુકેશ ઉર્ફે ભુરો પરમારના ઘરે છાપો મારતાં બુટલેગર રંગે હાથે પકડાઈ ગયો હતો. પોલીસે તેને સાથે રાખી ઘરમાં શોધખોળ કરતાં તેણે સંતાડેલ વિદેશી દારૂની જુદી જુદી માર્કાની બોટલો નંગ 120 તથા દારૂના પાઉચ નંગ 96 કુલ રૂપિયા 52 હજાર 800ના કિંમતનો દારૂ તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 64 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે પકડાયેલ બુટલેગરની પુછપરછ કરતા મુકેશ ઉર્ફે ભુરો પરમારે ઉપરોક્ત દારૂનો જથ્થો મહેમદાવાદના કનીજમાં રહેતો બુટલેગર કોમલ દિનેશ જાદવની પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી છે. આથી પોલીસે મુકેશ ઉર્ફે ભુરો પરમાર અને કોમલ જાદવ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો