તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Even 72 Hours After Nadiad Was Declared Cholera stricken, The City's Baroque Food Trucks, Food And Drugs Department Will Resume Operations From Saturday

લ્યો બોલો!:નડિયાદ કોલેરા ગ્રસ્ત જાહેર થયાના 72 કલાક બાદ પણ શહેરમાં બેરોકટોક ચાલી રહેલ ખાણીપીણીની લારીઓ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હજુ શનિવારથી કામગીરી આરંભશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના આદેશને પણ ધોળીને પી ગયા હોવાની ચર્ચા
  • નડિયાદમાં કોલેરાના દર્દીઓમાં ઉછાળો છતાં ફૂડ એન્ડ ડ્રગ્સની નબળી કામગીરી

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોલેરાના દર્દીઓ વધતાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. જિલ્લા વહીવટી તંત્રએ નડિયાદ તથા આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ આ વાતની ગંભીરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ન હોવાનો ચિતાર સામે આવ્યો છે. હાલમાં શહેરમાં ખાણીપીણીની લારીઓ ધમધમી રહી છે છતાં હજી સુધી આ વિભાગે કોઈ નક્કર કામગીરી કરી નથી હજી આ કામગીરી શનિવારથી શરૂ કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

નડિયાદ શહેર કોલેરાના ભરડામાં જઈ રહ્યું છે. બીજા દિવસે પણ કોલેરાના કેસોમાં ઉછાળો આવ્યો છે. વળી કોલેરાના પોઝિટિવ દર્દીઓ નોંધાતા જિલ્લા કલેકટરે નડિયાદની આજુબાજુના 10 કિ.મી.ના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. જે વાતને પણ આજે ત્રણ દિવસ એટલે કે 72 કલાકનો સમય વિતી ચૂક્યો છે. જ્યારે જે વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર થાય અથવા તો જે વિસ્તારમાં કેસો મળી આવ્યા છે ત્યાં તે વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જઈને ખાણીપીણીની લારીઓ પકોડી વાળાને ત્યાં તપાસ કરવાની ફરજમાં આવે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આજ દિન સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લા કલેક્ટરે કોલેરા ગ્રસ્ત જાહેર કરેલા વિસ્તારમાં એક ટકા પણ કામગીરી કરી નથી તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખુદ કબૂલ કરી રહ્યું છે.

આ કચેરીના ઇસ્પેક્ટર સોલંકીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હજી અમને આજે પરિપત્ર મળ્યો છે એટલે અમે આવતીકાલથી આ કામગીરી કરીશું. જિલ્લા કલેકટર દ્વારા ઈ-મેલથી પરિપત્ર પાઠવવામાં આવ્યો હોવા છતાં આજે કેવી રીતે મળી શકે? આમ પ્રજા રોગમાં સપડાય છે તેમ છતાં પણ સરકારના અધિકારીઓ હાથ પર હાથ રાખીને બેસી રહેતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હજુ શનિવારથી આ કામગીરી હાથ ધરશે ત્યાં સુધી તો દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે વધી જશે તેવું જાગૃત લોકો કહી રહ્યા છે. જિલ્લા કલેકટર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નબડી કામગીરી સામે લાલ આંખ કરે તેવી નગરજનોએ માંગ કરી છે.

છેલ્લા ચાર દિવસમાં થઈને અત્યાર સુધી નડિયાદમાંથી 56 શંકાસ્પદ ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાંથી 4 કેસો કોલેરાના પોઝેટીવ છે. જ્યારે આરોગ્ય વિભાગે જુદી જુદી 20 ટીમો મારફતે શહેરના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ફરીને ORSના પેકેટનું પણ વિતરણ કર્યું છે. શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે તે માટે આ ORSના લગભગ 2 હજાર જેટલા પાઉચને ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...