હનુમાન જયંતિની શ્રદ્ધા સાથે ઉજવણી:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી, શનિવાર અને હનુમાન જયંતિનો અનોખો સંયોગ રચાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કોરોના મહામારીના બે વર્ષ બાદ દાદાની ધામધૂમપૂર્વક પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ
  • મારૂતિયજ્ઞ, સુંદરકાંડ, મહાઆરતિ, અન્નકૂટ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું
  • સવારે મંદિરના શિખર પર ધજા રોહણ સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવી

જેમના સ્મરણ માત્રથી તમામ સંકટો દૂર થાય છે તેવા સંકટ મોચન હનુમાનજી દાદાનો આજે પ્રાગટ્ય ઉત્સવ સમગ્ર જિલ્લામાં અતૂટ શ્રદ્ધા સાથે ઉજવવામા આવી રહ્યો છે. મારૂતિયજ્ઞ, સુંદરકાંડ, મહાઆરતિ, અન્નકૂટ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હનુમાન મંદિરમાં કરાયું છે. તો બીજી બાજુ હનુમાન ભક્તો આ ભક્તિના પર્વમાં તરબોળ બન્યા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે હનુમાન જયંતીની ઊજવણી કરવામાં આવી રહી છે. શનિવાર અને હનુમાન જયંતિના અનોખા સંયોગ રચાયો છે. જિલ્લાના નાના-મોટા હનુમાન મંદિરોમાં આ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મારુતિયજ્ઞ, પંચ કુંડી યાગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ સહિત અનેક વિશિષ્ટ કાર્યક્રમો તથા અંકુટ ભોગ દાદાને લગાવવામાં આવ્યો છે.

સવારે હનુમાન મંદિરોમાં ધજા રોહણ વીધી કરવામાં આવી હતી. આ બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લાના પ્રાચીન હનુમાન મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. નોંધનીય છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ દાદાની ધામધૂમપૂર્વક પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ છે. ખેડા, નડિયાદ, માતર, વસો, ઠાસરા, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ તથા ગામ‌ તળના હનુમાન મંદિરોમાં હનુમાન ભક્તોએ વિશિષ્ટ કાર્યક્રમો સહીત ભંડારાના આયોજનો કર્યા છે.

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં છેલ્લા સાત દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં 10એપ્રિલે પોથીયાત્રા નીકળી હતી. 11 એપ્રિલથી 15 એપ્રિલ સુધી હનુમાન ચાલીસા અનુષ્ઠાન તથા કથા અને આજે હનુમાન જયંતીના દિવસે સવારથી જ પૂજા અર્ચના બાદ સાંજે સમૂહ સુંદરકાંડ પાઠનું આયોજન તથા મહાઆરતીનું આયોજન કરેલ છે. આ ઉપરાંત પીજ ભાગોળ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં વિશિષ્ઠ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરેલ છે. આમ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની દબોદાભેર ઉજવણી કરી દાદાનો રાજીપો અને આર્શીવાદ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...