દેશના વડાપ્રધાનના વિચારો અનુસાર શાળાના જન્મદિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે મહેમદાવાદ તાલુકાના પથાવત પ્રાથમિક શાળાના 70માં સ્થાપના દિવસની ઉજવણી હિરક મહોત્સવ અન્વયે ગ્રામજનો દ્વારા બાળકો સાથે કેક કાપી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ગામની શાળામાંથી અભ્યાસ કરીને દેશની રક્ષા કરતા સૈનિકોનુ દેશભક્તિગીત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાંથી 25 જેટલા યુવાનો પોલીસ અને સૈનિકની ફરજ બજાવી રહ્યા છે.
તેમજ 80 જેટલા લોકો સરકારના જુદા જુદા વિભાગોમાં નોકરી કરી રહ્યા છે. તે લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પથાવત શાળાની બીજી એક આગવી વિશેષતા રહી છે કે ધો.1 થી 8 ના તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે. જેમાં સરકાર તરફથી જ્ઞાનકુંજ અને દાતાઓના સહયોગથી સ્માર્ટ ટીવી મૂકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ શાળાના ધો-1 થી 8 ના બાળકો કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, બી. આર. સી. કો, કેળવણી નિરીક્ષક, સી આર સી, આચાર્ય,અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.