તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આડા સંબંધની આડમાં પરણિતા આગમાં હોમાઈ

નડિયાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મરવા માટે મજબૂર કરનાર પતિ સહિત સાસરીયા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી

કપડવંજના દંતાલી ગામની દિકરી ઉર્મિલાને સમાજની રીતે લગ્ન કરાવી વર્ષ 2012માં અમચરી, તોરણા મુકામે તેની સાસરીમાં મોકલવામાં આવી હતી. દોઢેક વર્ષ પહેલા ઉર્મિલા તેની સાસરીમાંથી રિસાઈને પિયરમાં આવી ગઈ હતી. જ્યાં પોતાના માતા અને ભાભીને જણાવ્યુ હતુ કે, ‘હું સાસરીમાં જવાની નથી. કારણ કે, મારા જેઠાણી શિલ્પાબેનને મારા પતિ બળવંતભાઈ પરમાર સાથે આડા સંબંધ છે. તેઓ બંને રાજીખુશીથી એકબીજા પાસે રહે છે. હું તેમને રોકટોક કરુ તો તેઓ મારી સાથે ઝઘડો કરે છે. તેમજ મને કહે છે કે, મારે તુ જોઈતી નથી. જેથી હવે હું મારા પિયરમાં જ રહીશ.

આ બાબતની જાણ ઉર્મિલાના ભાઈ અને પિતાને પણ કરાઈ હતી. ત્યારબાદ તે પોતાના પિયરમાં 6 મહિના સુધી રહી હતી. ત્યારબાદ પોતાની બહેનનો ઘરસંસાર ન બગડે તે માટે પરિવારના સદસ્યોએ ઉર્મિલાને સમજાવી તેના પતિ, જેઠ અને અન્ય સગા-વ્હાલાઓ આવતા તેમની સાથે ફરીથી સાસરીમાં મોકલી હતી.

આ પછી પણ ઉર્મિલા જ્યારે પણ પિયરમાં આવતી ત્યારે પોતાની માતા અને ભાભીને પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધો વિશે જણાવતી. તેમજ પતિ અને જેઠાણી દ્વારા ઉર્મિલાને મરી જવા માટે કહેવાતુ હોય, તેમજ તુ મરી જાય તો અમારે શાંતિ થાય, તેમ સાસરીમાં જણાવાતુ હોવાથી ઉર્મિલાએ આ બાબતની ફરિયાદ પોતાના જેઠ દીલીપભાઈ પરમારને પણ કરી હતી. પરંતુ જેઠે પણ આ બાબતમાં તેને સહયોગ આપવાને બદલે કહ્યુ હતુ કે, તુ અમારા પરિવારનું નામ ખરાબ કરવા બેઠી છુ, અમારે તને કોઈક રીતે મારી નાખવી પડે, એના બદલે તુ જાતે મરી જા. તો અમારે શાંતિ થાય, આ પ્રકારના મહેણા સાંભળીને હારી-થાકેલી ઉર્મિલા પોતાના પિયરના લોકોને પણ આ બાબતે જણાવતી હતી. પરંતુ તેનો ઘરસંસાર ન બગડે તે માટે તેને સમજાવીને પરત મોકલતા હતા.

આ દરમિયાન 23/3/2021ના રોજ ઉર્મિલા કોઈક કારણોસર દાઝી ગઈ હોવાથી તેને અમદાવાદ સિવિલમાં દાખલ કરી હોવાનું તેના પિયરમાં જણાયુ હતુ. જેથી લગ્ન કરાવનાર પારાવારિક ફુઆ સુરેશભાઈ ગોહીલને લઈ પિયરના લોકો અમદાવાદ સિવિલમાં ગયા હતા. જ્યાં ઉર્મિલા સારવાર હેઠળ હતી. તેમજ ગળાથી પગની પેડી સુધી દાઝી ગઈ હતી. આ સમયે ઉર્મિલાના ભાઈએ દાઝવા અંગે પૂછતા ઉર્મિલાએ જણાવ્યુ હતુ કે, ‘હું તમને રોજ કહેતી હતી કે, મને મારા પતિ તથા જેઠ-જેઠાણી મને ત્રાસ આપે છે. તેમ છતાં તમે મને મોકલતા હતા, તેથી મારી આ દશા કરી છે.’ ત્યારબાદ તે અર્ધબેભાન અવસ્થામાં રહેતી હોવાથી તેની સાથે કોઈ વાતચીત થઈ નથી. 3/4/2021ના રોજ ઉર્મિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

મૃતકના ભાઈ શૈલેષકુમાર રાઠોડે કપડવંજ ગ્રામ્ય પોલીસ સમક્ષ રજૂ કરી ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉર્મિલાબેનના પતિ. જેઠાણી શિલ્પાબેન અને જેઠ દીલીપભાઈ સામે ઉર્મિલાને માનસિક ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણા આપી મરવા માટે મજબૂર કરી હોવાથી ઉર્મિલાનું મૃત્યુ થયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો