દિવાળીના તહેવારો નિમિત્તે નડિયાદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની રજાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ આ દિવસોમાં સફાઈની વ્યવસ્થા સમગ્ર શહેરમાં જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેના કારણે સફાઈકર્મીઓ અને અધિકારીઓ પોતાના ફરજ સ્થળ પર જ તહેવારોની ઉજવણી કરશે. તહેવારો ટાણે નડિયાદ નગર સુઘડ રહે અને ગંદકી ન ફેલાય તે માટે પાલિકા પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં દિવાળીના તહેવારોમાં તમામ સફાઈ કર્મચારીઓ, એસ. આઈ., એ.એસ.આઈ.ની રજાઓ રદ્દ કરવામાં આવશે.
ઉપરાંત સફાઈ કર્મચારીઓ તહેવારોના દિવસે પોતાના ઘરે જ રહેશે. બહારગામ ન જાય તે માટે સૂચના આપી દેવાઈ છે. ત્યારબાદ તહેવારો પછી સફાઈ કર્મીઓને તબક્કાવાર રજાઓ અપાશે. જેના કારણે શહેરમાં સફાઈ પર કોઈ અસર ન પડે. બીજીતરફ રાત્રિ સફાઈને વધુ સઘન બનાવાઈ છે. રાત્રિ દરમિયાન શહેરના તમામ મોટા રસ્તાઓની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. સવારથી બપોર સુધી ડોર ટુ ડોર કલેક્શન ચાલુ રખાયુ છે. ઉપરાંત કચરના તમામ મોટા ઢગ હટાવવામાં આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.