વિવાદ:વાણિયાવડ પાસે પાઇપ પસાર કરતાં હોબાળો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાણિયાવડ સર્કલ પાસે પીવાના પાણીની પાઇપ કાંસમાંથી પસાર કરાતાં વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
વાણિયાવડ સર્કલ પાસે પીવાના પાણીની પાઇપ કાંસમાંથી પસાર કરાતાં વિરોધ કર્યો હતો.
  • સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરે તેવો ભય આસપાસના લોકોએ વ્યક્ત કર્યો
  • પાલિકાની ટીમે કાંસ પહોળો કરી જગ્યા કરી આપવાની બાહેંધરી આપતાં મામલો ઠંડો પડ્યો

નડિયાદવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધી પાઇપ લાઇન ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં પાઇપ કાંસમાંથી પસાર કરતાં આસપાસના રહિશો અને વેપારીઓએ વિરોધ કર્યો હતો. જેને પગલે પાલિકાની ટીમ દોડતી થઇ ગઈ હતી.

નડિયાદમાં આરઓ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટમાં બાકી રહેલી કેટલીક કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ રહી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધીના વિસ્તારમાં પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ પાઇપ નાંખવાની કામગીરીમાં વચ્ચે કાંસ આવતો હોવાથી પાલિકાએ તેમાંથી પાઇપ પસાર કરતાં આસપાસના વેપારીઓએ વિરોધ કર્યો હતો. કાંસમાં પાઇપ નાંખતાં વરસાદી પાણી અવરોધાશે, જેને કારણે વાણિયાવડ સર્કલમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધુ વકરશે. આ બાબતે પાલિકામાં પણ રજુઆત કરતાં ટીમ સ્થળ પર આવી હતી. જોકે, આ બાબતે પાલિકાની ટીમે પાણી અવરોધાય વગર નીકળી જશે. તે રીતે ફેરફાર કરાશે. તેવી બાંહેધરી આપતાં મામલો ઠંડો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...