તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટ એન્ડ રન:નડિયાદના ડભાણ રોડ પર મોડી રાત્રે રસ્તો ઓળંગી કચરો નાખી પરત ફરતાં વૃદ્ધાનું ઈકો કારની ટક્કરે મોત

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કચરો નાખીને ઘરે જતા સમયે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને ગાડીએ અડફેટે લેતા મોત
 • અજાણ્યા ઈકો કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો

નડિયાદના ડભાણ રોડ ઉપર રસ્તો ક્રોસ કરી કચરો નાખવા જતાં વૃદ્ધાનું ગાડીની ટક્કરથી મોત થવા પામ્યું છે. અકસ્માત બાદ રસ્તા પર બૂમાબૂમ થતાં મૃતક વૃદ્ધાનો પુત્ર અને પતિ દોડી ગયા હતા. લોકોના ટોળોએ માજીને રોડની સાઈડમાં રાખ્યા હતા અને તેઓ લોહીલૂહાણ હાલતમાં બેભાન હતા. વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાતા તેમને મૃતજાહેર કરાયા હતા. જ્યારે અકસ્માત સર્જીને ઈકો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજાણી ઈકો કાર વૃદ્ધાને ઉલાળીને પૂરપાટ નડિયાદ તરફ જતી રહી
આ બનાવમાં મળતી વિગતો અનુસાર નડિયાદના ડભાણ રોડ પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીક ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં આ વિસ્તારમાં આવેલા વૃંદાવન બંગલોમાં મકાન નં. 10માં રહેતા ભાનુબેન ઠાકોરભાઈ પરમાર (ઉં. વ. 64) ગત રાત્રે આશરે સવા આઠ વાગ્યાની આસપાસ સોસાયટીની સામે રસ્તો ઓળંગી કચરો ફેંકવા ગયા હતા. આ બાદ રસ્તો ક્રોસ કરી પરત સોસાયટી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન નડિયાદ તરફ જતી અજાણી સફેદ કલરની ઈકો સ્પોર્ટ ગાડીએ ભાનુબેનને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા
આથી આ મહિલા રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. એકઠા થયેલા સ્થાનિકોએ તુરંત આ મહિલાને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ભાવીનભાઈ ઠાકોરભાઈ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો