સજા:મહેમદાવાદના રોહીસામાં જમીનના ભાગ બાબતે કાકા પર જીવલેણ હુમલો કરનાર ભત્રીજા તેમજ તેની પત્નીને 7 વર્ષની સજા

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એલ એસ પીરઝાદાએ સરકારી વકીલ પી.આર.તીવારીની દલીલોના આધારે સજા કરી

મહેમદાવાદ તાલુકાના રોહિશા નજીક આવેલ રામપુરા સીમમાં જમીનના ભાગ બાબતે પત્ની સાથે મળી કાકાને મોતને ઘાટ ઉતારી દેવાની કોશિશ કરનાર ભત્રીજા અને તેની પત્નીને નડીયાદ કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી છે.

મહેમદાવાદ તાલુકાના રોહીસા રામપુરાસીમમાં રહેતા કાળીદાસ ઉર્ફે જમો લક્ષ્મણભાઈ રાઠોડ અને તેની પત્ની સંગીતાબેન કાળીદાસ ઉર્ફે જુમો લક્ષ્મણભાઈએ ગત 28મી માર્ચ 2016ના દિવસે અહીંયા નાળના રસ્તામાંથી પસાર થતાં તેમના કાકા બુધાભાઈ મગન ભાઈ રાઠોડને મારી નાખવાના ઈરાદે હાથમાંની લાકડીનો ફટકો જોરથી માથામાં માર્યો હતો. તથા સંગીતાએ બુધાભાઈને લમણાના ભાગે દાતરડું મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે ઈજાગ્રસ્તને સમય સર સારવાર મળી જતાં તેઓ મોતના મુખમાંથી પાછા ફર્યા હતા.

આ અંગે મહેમદાવાદ પોલીસમાં ઈજા પામનારના ભાઈ કાભાઈભાઈ રાઠોડે ફરિયાદ નોધાવી હતી. જમીનના ભાગ બાબતે ચાલતા ઝગડામાં સમાધાનની મીટીંગમાં કાકા બુધાભાઈએ પોતાની સંમતિ ન આપતા આવેશમાં આવેલા ભત્રીજા અને તેની પત્નીએ પોતાના કાકાને મોતને ઘાટ ઉતારવા આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આઈપીસી કલમ 307 મુજબની ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજુ કરી હતી.

બુધવારે આ કેસ ખેડા જીલ્લાની નડિયાદ ખાતે આવેલ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એલ. એસ. પીરઝાદાની કોર્ટમાં ચાલી જવા પામ્યો છે. ફરીયાદ પક્ષે સરકાર તરફે સરકારી વકીલ પી.આર.તીવારીએ કોર્ટમાં દસ્તાવેજી પુરાવાઓ તથા મૌખીક પુરાવાઓ રજૂ કરી દલીલો કરતાં કોર્ટે તેમની દલીલોને માન્ય રાખી હતી. જે બાદ કોર્ટે આરોપી દંપતિને આ ગુનામાં કસુરવાર ઠેરવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...