કાર્યવાહી:હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ પ્રા. લિ. અને તેમની વેન્ડર ફર્મને રૂ.8 લાખનો દંડ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફુડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા ‘પલ્પ’ના સેમ્પલ મિસ બ્રાન્ડેડ હોવાનું જણાયું

નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગોબલજ સ્થિત હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ પ્રા.લિ.ની વેન્ડર ફર્મમાંથી લીધેલ ઓરેન્જ પલ્પનું સેમ્પલ નિયમો હેઠળ અયોગ્ય નિકળતા કંપનીને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલના રિપોર્ટ સાથે નડિયાદ એજ્યુડીકેટીંગ ઓફિસરની કોર્ટમાં સમગ્ર મામલે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન અધિકારીએ ફર્મના મેનેજર, ફર્મના સંચાલક, નોમીની, પ્રોપરાઈટર અને કોકાકોલા મુખ્ય કંપની એમ પાંચ સ્થળ પર રૂ.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત તા.4 ડિસેમ્બરના રોજ ગોબલજ સ્થિત હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસની વેન્ડર ફર્મ માંથી ઓરેન્જ પલ્પના નમુના પૃથ્થકરણ માટે લીધા હતા. જે નમૂના પરીક્ષણ અર્થે ઉચ્ચ વિભાગને મોકલતા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ રેગ્યુલેશન મુજબ ધારા ધોરણ મુજબના નહી હોવાનું (મિસ બ્રાન્ડેડ ફુડ હોવાનું) ધ્યાન પર આવ્યું હતું.

જેથી સમગ્ર મામલો જિલ્લા એજ્યુડીકેટીંગ ઓફીસર અ્ને રેસિડેન્ટ એડિશનલ કલેકટરની કોર્ટમાં પહોચ્યો હતો જ્યાં બંને પક્ષની સુનાવણીના અંતે સત્તાધારી અધિકારી બી.એસ.પટેલ દ્વારા વેન્ડર કંપનીના મેનેજર સુંદર રાજન શ્રીધનને રૂ.1 લાખ, વેન્ડર ફર્મને રૂ.1 લાખ, વેન્ડર ફર્મના નોમિની અભિષેક પ્રેમ પ્રકાશ અગ્રવાલને રૂ.1 લાખ, પ્રોપરાઈટરને 1 લાખ, તેમજ ઇમ્પોર્ટર ફર્મ હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.લિ.ને રૂ.2 લાખ અને અમરેસ ચક્રસાલી, નોમીની ઓફ ઇમ્પોર્ટરને રૂ.2 લાખનો દંડ મળી કુલ રૂ.આઠ લાખ રૂિપયાનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...