તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાભરી સલામ:મહુધાના અલીણામાં 96 વર્ષિય વૃદ્ધાને વેક્સિન મૂકવા ખુદ મેડિકલ ઓફિસર આરોગ્ય કેન્દ્ર બહાર દોડી આવ્યા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડીકલ ઓફીસરે કારમાં બેઠેલ વૃદ્ધાને વેક્સિનનો ડોઝ આપ્યો

આપણી સંસ્કૃતિમાં વડીલોને માન આપવું અને તેમની દરકાર કરવી તે શીખવે છે. વ્યક્તિ ગમે તે પદ પર હોય પરંતુ તેનાથી નાના અને મોટા વ્યક્તિ સાથેનો તેનો વ્યવહાર અને કુશળતાથી તે વ્યક્તિ તોલાય છે. હડધૂત કરતી આ દુનિયામાં આજે પણ અમુક વ્યક્તિઓ માનવતાભરી કામગીરી કરે છે જેનુ ઉત્તમ ઉદાહરણ આજે ખેડા જિલ્લાના મહુધાના અલીણામાં જોવા મળ્યું છે. અલીણા ગામના 96 વર્ષિય આનંદીબેન અંબાલાલ પટેલ કોરોનાની વેક્સિન મુકાવવા ગયા હતા

મહુધા તાલુકાના અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. આસરાએ માનવતાભરી કામગીરી કરી છે. આજ રોજ અલીણા ગામના 96 વર્ષિય આનંદીબેન અંબાલાલ પટેલ કોરોનાની વેક્સિન મુકાવવા ગયા હતા. આની જાણ ત્યાં હાજર મેડિકલ ઓફિસર ડો.આસરાને થતા તેઓ ખુદ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી વૃદ્ધાને જે ગાડીમાં બેઠા હતા તે ગાડીમાં જ આનંદીબેનને વેક્સિન મુકી હતી અને તે બાદ વૃદ્ધાને રવાના કર્યા હતા.

આ વૃદ્ધા આરોગ્ય કેન્દ્રના પગથિયાં ચઢી શકવા સક્ષમ નહોતાં તેથી આ તબીબની માનવતાને ખરેખર પ્રશંસનીય ગણવી જ રહી. સાથે ગણતરીની મિનિટોમાં આ વૃદ્ધાને વેક્સિન મુકવામાં આવતાં ત્યાં હાજર ગ્રામજનો અને અન્ય લોકોએ આ તબીબની કામગીરીને સરાહનીય ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...