હાઈકૉર્ટનો સ્ટે:ખેડા નગરપાલિકાના પ્રમુખના સસ્પેન્શન પર હાઈકૉર્ટનો સ્ટે

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ-ઉપપ્રમુખ માટે જાહેર થયેલી ચૂંટણી મોકૂફ રહેશે

ખેડા નગરપાલિકાના પ્રમુખને દબાણ દૂર કરવાની બાબતે સસ્પેન્ડ કર્યા બાદ હવે નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલો ગુજરાત હાઈકૉર્ટમાં પહોંચતા હાઈકૉર્ટ દ્વારા સસ્પેન્શન પર સ્ટે આપવામાં આવ્યો છે. જેથી પ્રશાસન દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે જાહેર કરાયેલી ચૂંટણી મોકૂફ રહેશે.

ખેડા પાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન સોલંકીને મ્યુનિ. એડમિનિસ્ટ્રેશન કમિશ્નર દ્વારા હોદ્દા પરથી દૂર કરવા હુકમ કર્યો હતો. શહેરમાં વ્હોરા પરીવાર દ્વારા કરાયેલા બાંધકામમાં કથિત દબાણ દૂર કરવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને આદેશ કરાયા હતા.

જે બાબતે અરજદાર મ્યુ. એડ. કમિશ્નર સમક્ષ પહોંચ્યા હતા. આ મામલે પ્રમુખને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ પ્રશાસન દ્વારા ખેડા પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના પદની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જો કે, બીજીતરફ પ્રમુખ ગુજરાત હાઈકૉર્ટના દ્વારે પહોંચ્યા હતા. જ્યાં હજુ ચૂંટણી થાય તે પહેલા જ સસ્પેન્શન પર સ્ટે આપી દીધો છે. જેના કારણે હવે ચૂંટણી મોકૂફ થાય તેવા એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...