તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર ઉપર હિચકારો હુમલો

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માથામાં ગંભીર ઇજા થતાં નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર ઉપર શનિવારે ત્રણ શખ્સો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતાં નગરમાં ચકચાર મચી છે. ગંભીર રીતે ઘવાયેલા સેનેટરી ઇન્સપેક્ટરને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડાકોરમાં રહેતા કમલેશભાઇ ઇન્દ્રપ્રસાદ સેવક ડાકોર નગરપાલિકામાં સેનેટરી ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે તેમણે ગોમતી ઘાટ ઉપર લોટ વેચવા બેસતાં લોકોને ગંદકી કરવા બાબતને લઇને ઠપકો આપ્યો હતો.

જેની રીસ રાખીને શનિવારે સવારે કમલેશભાઇ તેમના ઘરેથી નીકળ્યા તે સમયે અનિલ ભોઇ, શનાભાઇ ભોઇ અને ઢબીબેન ભોઇએ તેમને ઉભા રાખ્યા હતા અને હજી કમલેશભાઇ કાંઇ સમજે તે પહેલાં જ તેમને માથાના ભાગે લાકડીના ફટકા ઝીંકી દીધા હતા. કમલેશભાઇને માથામાં ગંભીર ઇજા થતાં ત્યાંજ ફસડાઇ પડ્યા હતા. આ સમયે આસપાસથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલા કમલેશભાઇને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મામલે શૈલેષભાઇ સેવકની ફરિયાદના આધારે ડાકોર પોલીસે હુમલો કરનાર મહિલા સહિત કુલ 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માથામાં 12 ટાંકા આવ્યા
કમલેશભાઇને લાકડીના ઉપરાછાપરી ફટકાં મારવામાં આવતાં તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેમને માથામાં 12 ટાંકા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના અન્ય પરિક્ષણ પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો