તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કનેરામાં હોટલ ચલાવતા અમદાવાદના ઇસમ પર 6 શખ્સોનો હિચકારો હુમલો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહન ખરીદીમાં રૂપિયાની લેતી દેતી અને ખંડણીની માંગ કરી હોવાનો ઘટસ્ફોટ

ખેડાના કનેરા પાસે હોટલ ચલાવતા અમદાવાદના ઇસમ પર જાન લેવા હુમલો થયો છે. અમદાવાદના જ છ ઇસમોએ હુમલો કરવાના ઇરાદે હોટલ માલિકને કનેરા બોલાવ્યો અને ત્યારબાદ તેના પર હથિયારથી હુમલો કરી ફરાર થઇ ગયા. અમદાવાદના બારેજામાં રહેતા રાજેન્દ્રપ્રસાદ યાદવ કનેરા ગામે ક્રિષ્ના હોટલ ચલાવે છે. જેઓના મોટાભાઇ મુલાયમસિંહ યાદવે જણાવ્યું છેકે આજે સવારે રાજેન્દ્ર પ્રસાદ યાદવ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને હોટલમાં રૂમ લેવાનો છે તેમ કહીં તેઓને કનેરા હોટલ પર બોલાવ્યા હતા. લોકડાઉન બાદ હોટલ બિઝનેસ શરૂ થયો હોઇ તેઓ કનેરા ખાતે આવ્યા હતા.

જ્યા બે ઈસમોએ રૂમ જોવાના બહાને તેઓ ને હોટલમાં લઇ ગયા હતા, જે દરમિયાન ક્યાંક છુપાઈ ને બેઠેલા અન્ય ઇસમો લાકડી, ધારિયા, ચપ્પા જેવા હથિયાર સાથે ત્યાં આવી પહોચ્યા હતા. અને રાજેન્દ્ર પ્રસાદ પર હુમલો કરી દીધો હતો. ઘાતક હથિયારોથી ખૂની હુમલો કરી આ તમામ ઇસમો ફરાર થઇ ગયા હતા. જેઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર ઘટના બાબતે કાર્યવાહી સારૂ ખેડા પોલીસ અમદાવાદ પહોંચી છે.

બીજા જે ઈસમો હશે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે
પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં જઇ ઘવાયેલ રાજેન્દ્ર પ્રસાદ યાદવ પાસેથી વિગતો મેળવી છે. જેના આધારે ફરિયાદ દાખલ પ્રક્રિયા શરૂ કરાઇ છે. બે વ્યક્તિઓ સામે નામજોગ તેમજ બીજા અન્ય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવશે. હાલ ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું છે અને પગના ભાગે ચપ્પું વાગ્યું છે.> બી.એમ.માળી, પી.એસ.આઇ, ખેડા

અન્ય સમાચારો પણ છે...