અનાથને અન્યાય:બાળકને ત્યજનાર હેમા સંઘાણી દિવાળી પછી ઘરેથી નીકળી ગયા હતા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવા મહિના પહેલા આ મહિલા નવજાતને ઘરમાં લઇ આવ્યા હોવાની વડોદરાના પડોશીઓની કેફિયત

નડિયાદના માતૃછાયા બહારથી બાળકને તડછોડવી દેવાની ઘટનાની ટૉક ઓફ ધ ટાઉન બની છે ત્યારે આ બાળકની માતા કોણ છે તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ, વડોદરાના ગોત્રીમાં રહેતા આધેડ હેમા સંઘાણીએ પોતાની એકલતા દૂર કરતાં દોઢ મહિનાનું બાળક બોડેલીના ઉદ્યોગપતિ હસમુખ શાહના પત્ની મીતા પાસેથી લીધું હતું. બાળકને ઘરે લઇ આવ્યા બાદ હેમા સંઘાણીએ કામ વગર ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. તેમજ પાડોશી સાથે પણ તેમને વાતચીત બંધ કરી દીધી હતી.

આ અંગે વાત કરતાં હેમા સંઘાણીના પાડોશીઓએ જણાવ્યું કે, જુવાન દીકરાના મૃત્યુ બાદ તેઓ એકલા રહેતા હતા. પતિ સાથે પણ સારા સંબધ નહોતા. જેથી સવા મહિના પહેલા તેઓ એક બાળકને ઘરે લાવ્યા હતા. પરંતુ તેઓ બાળકને ઘરની બહાર લઈને નીકળતા નહોતા. પોતે પણ ઘરમાં જ રહેતા હતા. દિવાળી પછી તેઓ એકાએક ગુમ થઈ ગયા હતા. હવે જ્યારે હેમાબેનની ધરપકડની વાત સામે આવી છે, ત્યારે સૌ કોઈને હબક રહી ગયા છે. તો બીજી તરફ નડિયાદ પોલીસ આ મામલે ઘટનાની મુખ્ય કડી શાહ દંપતિ મીતાબેન હસમુખભાઈ શાહ સુધી પહોંચવા માટે છોટાઉદેપુરની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી રહી છે. સાથે જ મીતાબેનનો નંબર મેળવીને તેમની લોકેશન ચેક કરે છે. જેથી બને તેમ જલ્દી તેમને નડિયાદ બોલાવીને હકીકત સુધી પહોંચી શકે. હાલ, આ દંપતિ નાગપુરના પ્રવાસે હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બાળકની માતા કોણ છે અને તેણે કેમ આ બાળક દત્તક આપી દીધું. શું માતાને પોતાના બાળકની બીમારીની ખબર હતી કે કેમ?....સહિતના અનેક ઉભા થઈ રહ્યાં છે. જેના જવાબ મેળવવા માટે નડિયાદ પોલીસ સઘન તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં આધેડ મહિલા પોતાની એકલતા દૂર કરવા બાળક લાવી હતી, પણ આજે તેમની એક ભૂલના કારણે આ બાળક જ એકલું પડી ગયું છે. જો કે, સરકાર અને માતૃછાયા અનાથ આશ્રમ બાળકની પડખે ઉભું રહીને તેમની સારસંભળી રાખી રહ્યાં છે.

બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે
માતૃછાયામાં તરછોડાયેલા દોઢ માસના બાળકને હદયમાં કાણું છે. અને તેની નળી બ્લોક છે. હાલ, તેની સારવાર અમદાવાદના યુ.એન હૉસ્પિટલમાં ચાલી રહી છે. જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. અત્યારે એક માઈનોર સર્જરી કરી છે. તેની તબિયત સારી છે. બીજુ ઓપરેશન 6 મહિના બાદ કરવામાં આવશે.
ત્યજી દેવાયેલ બાળક સંબંધિત તમામ નિર્ણય હવે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ દ્વારા લેવામાં આવશે
માતૃછાયાના સંદિપભાઈ સાથે કરતાં તેમણે જણાવ્યું છે કે, બાળકને સંબંધિત તમામ નિર્ણય ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ થકી લેવાશે. તેમજ બાળકના વાલી તરીકેની જવાબદારી નડિયાદની માતૃછાયા સંસ્થા ઉઠાવશે. બાળક સ્વસ્થ્ય થયા બાદ તેને માતૃછાયામાં જ રખાશે.

પોતાના માતાપિતા નિર્દોષ હોવાનું બોડેલીના દંપતીના પુત્રનું બયાન
નડિયાદ અનાથાશ્રમમાં બાળકને મૂકી જવાની ઘટનામાં બોડેલીના શાહ દંપતીનું નામ સામે આવ્યું છે. આ દંપતીના પુત્રએ પોતાનો પરિવાર સમગ્ર ઘટનામાં નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે, અમારા માટે ધર્મ કરતા ધાડ પડી છે. હસમુખભાઈ શાહ અને તેમની પત્ની મીતાબેને બાળક માટે માત્ર મિડલ મેનનું નિસ્વાર્થ કામ કર્યુ છે. એક કુંવારી માતાને બાળક આપવાનું હતું અને એક મહિલાને બાળક જોઈતું હતું. તેથી જસદણ હૉસ્પિટલમાંથી બાળકને અપાવ્યું હતું. પરંતુ બાળકને હાર્ટની તકલીફ હોવાથી તેને અનાથાશ્રમ મૂકવાનું નક્કી કર્યુ હતું. જેની માટે ગાડીની જરૂર હોવાથી ચાલક સાથે ગાડી મોકલાવી હતી. પણ તેઓ જાણ કર્યા વગર જ બાળક મૂકી આવ્યા હોવાની તેમને ખબર ન હોવાનું માલવ હસમુખભાઈ શાહે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...