તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં બદલાવ:ખેડા જિલ્લામાં રાત્રે વરસાદી ઝાપટું પડ્યું

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર ઉપરાંત નડિયાદમાં શુક્રવારે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને પગલે આણંદ અને નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. અને રાત્રિના ધોધમાર વરસાદ પડતાં શહેરીજનોએ ગરમીથી રાહતની લાગણી અનુભવી હતી.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય રીતે ચરોતરમાં 15મી જૂન બાદ વરસાદ પડતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે દસેક દિવસ વહેલો વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતિત બની ગયા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંથકમાં સત્તાવાર ચોમાસાના આગમને હજી 16 દિવસ બાકી છે. પરંતુ અરબી સમુદ્વમાં હાલ ચાલી રહેલી પ્રિ-મોન્સુન અેક્ટિવીટીના પલગે સમગ્ર પંથકમાં અગામી 9 થી 15 જુન દરમિયાન આણંદ-ખેડા સહિત મધ્યગુજરાતમાં છુટા છવાયા જગ્યાઅે હળવા વરસાદ પડવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...