રોગચાળો:ત્રાજમાં કમળાના 6 કેસ મળી આવતાં આરોગ્ય ટીમ હરકતમાં

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિ.માં કોલેરા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા બાદ કમળાનો પગપેસારો

ખેડા જિલ્લામાં બિમારીઓએ મજબૂત પકડ બનાવી છે. કોલેરા, કોરોના, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બાદ હવે માતરના ત્રાજ ગામે કમળાના 6 દર્દી નોંધાતા ચકચાર મચી છે. આરોગ્ય વિભાગને જાણ થતા જ ડૉ. અજીત ઠાકરની આગેવાનીમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન ગામમાં દોડી ગયુ હતુ. જુદી-જુદી 9 ટીમો બનાવી દરેક ઘરે સર્વે કરાયો હતો. 250 ઘરોની 1012ની વસ્તીને આવરી લેવાઈ હતી. ગામમાં 1820 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરાયુ હતુ. 146 જેટલા ટેસ્ટ અને 4 સીરમ સેમ્પલ લેવાયા હતા. આ દરમિયાન સર્વે ટીમને કમળાના 6 પોઝીટીવ દર્દી મળ્યા હતા.

આ કાર્યવાહીમાં ડૉ. અજીત ઠાકરની સાથે માતર મામલતદાર, તાલુકા હેલ્થ ઓફીસર રીતેશ બેન્કર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્રાજના કર્મચારીઓ ગામમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લાભરમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ છે. બીજીતરફ સિઝનલ બિમારીઓના દર્દીઓ પણ વધી રહ્યા છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાના દર્દીઓ નોંધાયા છે. ત્યારે હવે કમળાનો પણ પગ પેસારો થતા આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...