હેલ્થ મેળો:ખેડા જિલ્લામાં હેલ્થ મેળાનો નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતેથી પ્રારંભ કરાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે આપણે રોગ ના થાય તેની તકેદારી રાખવાની છે અને રોગથી બચવાનું છે - કલેક્ટર કે.એલ.બચાણી

રાજય સરકારની સૂચના અનુસાર સોમવાર થી સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નડિયાદ ખાતે પણ હેલ્થ મેળોનો શુભારંભ ગુજરાત પંચાયત પરીષદના અધ્યક્ષ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના હસ્તે થયો હતો.

આ હેલ્થ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાએ હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમ્યાન નાગરિકોને આરોગ્યને લગતી વિવિધ સારવારોનો લાભ, નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેનો મહત્તમ લાભ લેવા તેઓએ અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, આરોગ્યનું મહત્વ નાગરિકોને કોરોના કાળ દરમ્યાન સારી રીતે સમાજમાં આવી ગયું છે. કોરોનાએ આપણને ઘણું શીખવ્યું છે.

રોગો સામેની તકેદારી, રોગથી બચવાની પધ્ધતિઓ અને રોગ થયા પછી દર્દીની સારવાર એ ખબુ જ મહત્વના વિષયો છે. સરકારે કરોડા રૂપીયા ખર્ચીને આરોગ્યલક્ષી સેવાઓ ઓકસીજન, બેડ્સ, રસી, એમ્બ્યુલન્સ જેવી અનેક જરૂરી સગવડો ગ્રામ્ય કક્ષા સુધી ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે આપણે રોગ ના થાય તેની તકેદારી રાખવાની અને રોગ થાય તો યોગ્ય સારવાર કરાવવાની છે.

નાગરિકોની સુવિધા માટે જન જાગૃતિ કેળવવાની પણ જરૂરી છે. આ પ્રસંગે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી કાર્ડના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ઇપ્કોવાલા હોલની બહાર વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તેનો નાગરિકોએ મહત્તમ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...