ભૂમિપૂજન:માતરમાં રૂ. 5 કરોડથી વધુના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતા નવનીત શાહના આર્થિક યોગદાન અને રાજ્યસરકારના અનુદાનથી આ સરકારી હોસ્પિટલનું અદ્યતન મકાન આકાર લેશે

ગુજરાત સરકારના રૂપિયા 3.86 કરોડના અનુદાન અને દાતા નવનીત શાહ પરિવારના રૂપિયા 2.07 કરોડના આર્થિક સહયોગથી કુલ રૂપિયા 5.93 કરોડના ખર્ચે નિર્માણ થનાર આધુનિક સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું માતર ખાતે ભૂમિપૂજન કરાયું છે. અત્યાધુનિક સુવિધાયુક્ત સામુહિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું છે. દાતા નવનીત શાહના આર્થિક યોગદાન અને રાજ્યસરકારના અનુદાનથી આ સરકારી હોસ્પિટલનું અદ્યતન મકાન આકાર લેશે. જેનો સીધો લાભ લોકોને મળી રહેશે.

ગુજરાત સરકારના અનુદાન અને ખેડાના જાણીતા ઉદ્યોગપતિ અને દાતા નવનીતભાઈ શાહના બે કરોડ ઉપરાંતના આર્થિક સહયોગથી માતરમાં આકાર લેનારા નૂતન અધ્યાધુનિક સામુહિક આરોગ્ય કેન્દ્રનું આજે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માતરની આ હોસ્પિટલ જે ભૂમિ પર હાલ છે અને હવે નવી સરકારી હોસ્પિટલ આકાર લઇ રહી છે.તે ભૂમિના દાતા લોક સેવક સ્વ. માધવલાલ શાહ છે. ત્યારે તેમની સ્મૃતિમાં અહીં સુંદર તૈલીચિત્ર મુકાય અને સરકારના કાર્યમાં રૂપિયા બે કરોડ ઉપરની દાન આપનાર દાતા નવનીત શાહના માતૃશ્રીના નામ સાથે દર્દીઓને સારી આરોગ્ય સારવાર મળી રહે તેવી અત્યાધુનિક સરકારી હોસ્પિટલ આકર લેશે.સરકારનો તે કાર્યમાં તબીબી સ્ટાફ સહિતનો પૂરતો સહકાર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, સરકારના 3.86 કરોડ અને દાતા નવનિતતભાઈ શાહના 2.7 કરોડના દાનથી ઉભી થનારી હોસ્પિટલ આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ

સહિતના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહેશે. કાર્યક્રમના શરૂઆતમાં માતર સી એચ.સી. ના અધિક્ષક ડો. આર.આર. ભરવાડે આ સરકારી હોસ્પિટલના કાર્યોની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી,માતરના સરપંચ વિપુલ કા.પટેલ,જિલ્લાવિકાસ અધિકારી મહુલ દવે, દાતા નવનીત શાહ,જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ બાબુભાઇ પરમાર, માતર તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, માતર ગ્રામ પંચાયતન્સ સભ્યો, માતર નગર અને તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...