કોરોના ઇફેક્ટ:માથુ દુખે છે ? તો માથુ કાપી નાંખો ! શાકભાજી લેવા લોકો ઉમટ્યાં અને પાલિકાએ માર્કેટ જ બંધ કરી દીધું

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પાલિકાનો ઠોઠ નિશાળિયા જેવો વહિવટ....!

નડિયાદ શહેરમાં લોકડાઉન 4 માં બધું રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. બજારો ધમધમતા થઇ ગયા છે. લોકોની અવરજવર શરૂ થઇ ગઇ છે. લોકો ખરીદી માટે દિવસભર ફરતાં જોવા મળે છે. અગાઉ શાકભાજીનું વેચાણ જ બંધ કરી દેવાયું હતું. જે છેલ્લા એક સપ્તાહથી પુન: શરૂ કરાયું છે. જોકે, આ વિતરણ માટે કલેક્ટર દ્વારા બહાર પડાયેલી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. પરંતુ હવે એ સમજવાની દરેક નડિયાદવાસીઓ જરૂર છે કે, કોરોનામાંથી આપણે મુક્ત થયા નથી.

જ્યાં સુધી માસ્ક નહીં પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવીએ ત્યાં સુધી કોરોના સામે લડી નહીં શકીએ. ગુરૂવારે શહેરની મોટી શાક માર્કેટની સામે કોઇ પણ પ્રકારના સોશ્યલ ડિસ્ટન્સ વગર શાકભાજીનું વેચાણ વિક્રેતા કરતા હતા. જોકે, તંત્રએ તેમને સમજાવી અને નિયમોનું પાલન કરવાની જગ્યાએ શાકભાજી તેમજ લારી જપ્ત કરી લીધા હતાં.નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાંં છુટા છવાયાં હંગામી શાકમાર્કેટ ઉભા થયાં છે. જોકે, પાલિકાઅે આ શાકમાર્કેટ બંધ કરાવ્યું તેની સામે શહેરની બહાર કે ખુલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે શાકમાર્કેટ શરૂ કરાવવી જોઈએ. 

અન્ય સમાચારો પણ છે...