તપાસ:પાણસોલીમાં આધેડને માર મારી ધમકી આપી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડાના પાણસોલી ગામે રહેતાં શાંતિભાઇ ચુનારા (ઉવ.55)પણસોલી સીમના પાંચબારી તળાવમાં મચ્છી ઉછેર કરેલ હોઇ તેનો પુત્ર રખેવાળી કરવા પત્ની સાથે ગયો હતો. ત્યારે ગામના બુધા નટુભાઇ ચુનારા તથા શંભુ મણીભાઇ ચુનારા તળાવમાંથી માછલી કાઢતાં હોઇ ફરિયાદીના પુત્રએ ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરતાં ફરિયાદી તેના પત્ની સાથે આવી ગયા હતા. જ્યાં બન્ને શખસે ઉશ્કેરાઇ જઇ ફરિયાદી તથા તેના પુત્રને ગડદાપાટુનો માર મારી ધારિયાનું પુઠું ફટકારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બન્ને શખસ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...