હુમલો:પત્નિને હેરાન કરતા યુવકને ઠપકો આપતા માર માર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંત્રોલીના સરપંચને માર મારતા ફરીયાદ

માતરના આંત્રોલી ગામના સરપંચના પત્નિને યુવકે હેરાન કરતા સરપંચ તેને ઠપકો આપવા ગયા હતા. જ્યાં યુવકે સરપંચે યુવક પર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં સરપંચના પત્નિ કોકીલાબેન વિનોદભાઈ રાઠોડ દ્વારા નોંધાવાયેલી ફરીયાદમાં જણાવાયુ છે કે, તેઓ પોતાના ખેતરમાં જુવાર કાપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગામના દશરથકુમાર ઉર્ફે ગોટીયો રાઠોડ પુનમભાઈ છોટાભાઈના ખેતર પાસે ઉભો હતો અને તેણે કોકીલાબેનને ગાડીમાં બેસવાનું જણાવ્યુ હતુ.

કોકીલાબેને ગાડીમાં બેસવાનું ના કહી ઘરે જઈ પોતાના પતિને ઘટનાની જાણ કરી હતી. જેથી તેમના પતિ વિનોદભાઈ હેરાન કરનારા દશરથકુમારને ઠપકો આપવા ગયા હતા. આ સમયે દશરથે વિનોદભાઈ સાથે ગમેતેમ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ગ્રામજનોએ આવી મામલો થાળે પાડ્યો હતો. જો કે, દશરથ વારંવાર કોકીલાબેનને હેરાન કરતો હોવાથી આ અંગે તેના વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...