મહેમદાવાદના કરોલી બ્રહ્મપોળમાં રહેતા શીતલબેન સુથાર પરિવાર સાથે રહે છે.ગત તા.10 એપ્રિલના રોજ તેઓ ઘરે હતા જ્યારે તેમના પતિ બહારગામ ગયા હતા અને તેમની ગાડી ઘરની સામે પાર્ક કરી હતી તે સમયે હરીશભાઇ ટ્રેકટરટ્રોલી સાથે નિકળતા ગાડીને પાછળના ભાગે ટ્રેકટર આગળનું બમ્પર અડી જતા નુકસાન થયું હતું.જે અંગે કહેતા જતા દશરથભાઇએ ઝઘડો કરી ગાળો બોલી કહેલ કે તારાથી થાય તે કરી લેજે રસ્તામાં ગાજી મૂકશો તો નવરી કરી દઇશ તેમ કહી ગાળો બોલતા હતા.તે સમયે તેમનુ ઉપરાણુ લઇ તેમનો ભાઇ,હાર્દિકભાઇ,લ્ક્ષ્મીબેન ગાળો બોલતા ઘરે આવ્યા હતા.
વળી બીજા દિવસે સવારે લક્ષ્મીબેને તેમના છોકરાનુ એક્ટિવા ઘર પાસે મૂકાવ્યુ હતુ જે લઇ લેવા કહેતા ભૂપેન્દ્રભાઇને મારમારવા સામા થઇ ગયા હતા,તેમજ કહેલ કે ઘર આગળ ટ્રેક્ટર,ગાડી અને એક્ટિવા મૂકવાના હવે પછી મારું નામ લેશો તો જીવતા ઘરમાં સળગાવી દઇશુ તેવી ધમકી આપી હતી.આ બનાવ અંગે શિતલબેન ભૂપેન્દ્રભાઇ સુથારે મહેમદાવાદ પોલીસ મથકે દશરથભાઇ મોહનભાઇ પરમાર,હરીશભાઇ મોહનભાઇ પરમાર,હાર્દિકભાઇ હરીશભાઇ પરમાર અને લક્ષ્મીબેન મોહનભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.