તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મંદિરના કામ સાથે સસ્તામાં ડોલર લેવા જતાં રૂ.9.75 લાખ ગુમાવ્યા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચલાલી વગડામાં રહેતા ઈસમો સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાજસ્થાનના બાડમેરના અને હાલ મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા 45 વર્ષિય બાબુરામ જાંગીર પોતે સુથારીકામની એજન્સી અને કડિયાકામ કરી પોતાનું જીવન ગુજારે છે. નડિયાદના સુરાશામળ ગામમાં આવેલા મહુડીયાપુરા-ચલાલી વગડા વિસ્તારમાં રહેતા 4 ઈસમોએ બાબુરામ જાંગીરને ટાર્ગેટ કરી તેમનો સંપર્ક કર્યો અને પોતાના વિસ્તારમાં આ‌વેલા મંદિરમાં અંદાજિત 1 કરોડનું માર્બલ અને સુથારીકામ કરવાનું જણાવી બાબુરામ પાસે એસ્ટીમેન્ટ કઢાવ્યુ. બાબુરામે 35 લાખનું એસ્ટીમેન્ટ કાઢી આપતા 4 પૈકીના રાજુએ રૂપિયા નથી પણ 1.20 લાખ ડોલર દાનમાં આવ્યા હોવાનું જણાવી ઓછા ભાવે બાબુરામને આપવાની ખાતરી આપી હતી.

અઠવાડિયા અગાઉ રાજુ ઉર્ફે મહારાજ બેચર તળપદાએ બાબુરામને ફોન કરી માર્બલ લેવા 9.75 લાખ રૂપિયા લાવી તેના બદલામાં ડોલર આપવાની બાહેંધરી આપી હતી. લાલચમાં આવી બાબુરામ ઉછીના નાણા લઈને રાજુ મહારાજના ઘરે આવ્યા હતા તેઓએ પૂજામાં 9.75 લાખ મૂકાવ્યા હતા. ત્યારબાદ ઝઘડાનું નાટક કરી બાબુરામ અને તેના મિત્રને ગભરાવી દઈ ભગાડી મૂક્યા હતા. જેથી બાબુરામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...