ફરીયાદ:ટ્રેક્ટરના દાંતામાં મહિલાની સાડી ભરાતા ઠપકો આપવા ગયેલા દંપતીને માર માર્યો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને આરોપી ભાઇઓ સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ

કપડવંજના ગરોડ તાબે રહેતા હિનાબેન ઝાલા પોતાના પતિ કિરણભાઈની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને લઈ અંતિસર ગામે દવાખાને ગયા હતા. આ સમયે દવાખાનાની બહાર રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી હતી. જ્યાં હિનાબેન ગાડીમાંથી ઉતરી દવાખાના તરફ જવા નીકળ્યા હતા. આ સમયે અંતિસર ગામમાં રહેતા હરેશભાઈ વિનુભાઈ પટેલ ટ્રેક્ટર સાથે રોટલી લગાવીને નીકળતા ટ્રેક્ટરના દાંતામાં હિનાબેનની સાડી ભરાઈ ગઈ હતી.

જેથી હિનાબેને ટ્રેક્ટર જોઈને ચલાવો તેમ કહેતા હરેશભાઈ તને દેખાતુ નથી, તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જ્યાં હિનાએ બુમ પાડી પોતાના પતિને બોલાવ્યા હતા. હરેશભાઈએ કિરણભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. જ્યાં હરેશભાઈનો ભાઈ વિજય પણ આવી ગયો હતો અને તેણે પણ ગળદાપાટુનો માર માર્યો હતો. ઝઘડો થતા બુમાબુમ થઈ હતી. આ અંગે હિનાબેને બંને આરોપીઓ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...