ફરિયાદ:તને બાળક થવાનું નથી તેમ કહી પરિણીતાને કાઢી મુકી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામના રમણભાઇ ડાભીની પુત્રી જયાબેન (ઉવ.28)ના લગ્ન ઘોડાલી ગામના જગદીશ ડાભી સાથે સમાજના રીતરીવાજ મુજબ થયાં હતા. સાસરિયા તેણીને લગ્નના શરૂઆતના દિવસોમાં સારી રીતે રાખતાં હતા. લગ્નના બે-અઢી વર્ષ બાદ પરિણીતા જયાબેન ડાભીની સાથે અવારનવાર ઘરકામ બાબતે ઝઘડો કરી અને સંતાન નહીં હોવાથી તને બાળક થવાનું નથી એટલે તને રાખવી નથી તેમ કહી તેણીના પતિ, સાસુ-સસરાએ પિયરમાંથી દહેજના એક લાખ રૂપિયા લઇ આવવાનું કહી તેને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે જયાબેનએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ જગદીશ તથા સાસુ લીલાબેન અને સસરા શનાભાઇ રતાભાઇ ડાભી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...