તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની ઘટ, દુષ્કાળના એંધાણ:ખેડા જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે અત્યાર સુધી 65 ઈંચ ઓછો વરસાદ, 15 ઓગસ્ટ સુધી કોઈ એંધાણ નહી

નડિયાદ2 મહિનો પહેલા
  • વરસાદ ખેંચાતા તાપમાનમાં પણ વધારો થયો
  • ચિંતા જનક બાબત વચ્ચે જો શ્રાવણ કે ભાદરવામાં માફક વરસાદ નહી વરસે તો ખુબજ ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડશે
  • વરસાદ નહી પડતાં પીવાના પાણીની સમસ્યા સહિત દુષ્કાળની ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડશે

નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે ચિંતા વધારી દીધી છે. હજુ પણ એક સપ્તાહ સુધી વરસાદના કોઈ એંધાણ નથી તેવી સ્થિતિ વચ્ચે ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 65 ઈંચ ઓછો વરસાદ નોંધાયો હોવાના અહેવાલો ડીઝાસ્‍ટર વિભાગ પાસેથી મળી રહ્યો છે. જેની પાછળ ગ્લોબલ વોર્મીંગ સહિત આપણે જ જવાબદાર ગણી શકાય છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ વરસાદ નહી.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ વરસાદ નહી.

રાજ્યમાં વરસાદની તાતી જરૂર છે. ત્યારે મેઘરાજા રીસામણે બેઠા છે. સામાન્ય રીતે જેઠ માસથી વરસાદની ઋતુનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુધી આ સિઝન રહે છે. એટલે કે જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો એમ ચાર મહિના વરસાદી વાતાવરણ રહે છે. જોકે, જેઠ અને અષાઢમાં સામાન્ય વરસાદ, શ્રાવણમાં સરવળીયો વરસાદ અને ભાદરવમાં ભરપુર વરસાદ વરસે છે. પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે રાજ્યના એવા કેટલાય જિલ્લાઓ છે જેમાં ચાલુ વર્ષે ખુબજ ઓછો વરસાદ પડ્યો છે.

ખેડાની વાત કરવામાં આવે તો અહીંયા 10 તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદીની ઘટ જોવા મળી રહી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે જોઈએ તો ગત વર્ષ કરતા આ વર્ષે કુલ 65 ઈંચ વરસાદ ઓછો હોવાનું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે.

ગત રોજ વરસાદના અમી છાંટા વરસ્યા પણ વરસાદ નહી
ગત રોજ વરસાદના અમી છાંટા વરસ્યા પણ વરસાદ નહી

કઠલાલ
કઠલાલ તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 184 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 406 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 222 મીમીની ઘટ સામે આવી છે.

કપડવંજ
કપડવંજ તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 337 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 571 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 234 મીમીની ઘટ સામે આવી છે.

ખેડા
ખેડા તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 360 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 380 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 20 મીમીની ઘટ સામે આવી છે.

ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 92 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 255 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 163 મીમીની ઘટ સામે આવી છે.

ઠાસરા
ઠાસરા તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 84 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 235 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 151 મીમીની ઘટ સામે આવી છે.

નડિયાદ
નડિયાદ તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 394 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 603 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 209 મીમીની ઘટ સામે આવી છે.

મહુધા
મહુધા તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 281 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 549 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 268 મીમીની ઘટ સામે આવી છે.

મહેમદાવાદ
મહેમદાવાદ તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 372 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 462 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 90 મીમીની ઘટ સામે આવી છે.

માતર
માતર તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 332 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 499 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 167 મીમીની ઘટ સામે આવી છે.

વસો
વસો તાલુકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ પડેલ 327 મી. મી. વરસાદની સામે ગત વર્ષે આજ દિન સુધીમાં 428 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી આ પંથકમાં 101 મીમીની ઘટ સામે આવી છે.

આમ ચાલુ વર્ષે કુલ વરસાદ 2763મીમી નોંધાયો છે. જ્યારે ગત વર્ષે આજ દિન સુધીમાં આ વરસાદનો આંક 4388 મીમી હતો. જ્યારે ઈંચમાં જોઈએ તો એક અંદરે સમગ્ર જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે 65 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર ચરોતર પંથકમાં વરસાદની બ્રેક વાગતાં છેલ્લા પખવાડિયામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.

દુષ્કાળના એંધાણ
ચિંતા જનક બાબત વચ્ચે જો શ્રાવણ કે ભાદરવો વરસાદ જોઈએ એવો નહી વરસે તો ખુબજ ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક બાજુ ડેમોમાં નવા પાણીની આવક નથી તેમ છતાં પણ ખેડૂતોની માંગણીને લઈને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું છે. જોકે હાલત ગંભીર બની શકે તેમ છે. આ તરફ ખેડૂતોને ડાંગરનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહેલી હોવાથી પ્રાર્થના એકજ ઉપાય બચ્યો છે. મેઘરાજા વરસે તેવી પ્રાર્થના ધરતીપુત્રો સહિત લોકો કરી રહ્યા છે.

વરસાદ નહી તો પીવાના પાણીની પણ સમસ્યા
જિલ્લામાં વણાકબોરી વિયર બંધ અને આ બંધ જેના પર નિર્ભર છે તે કડાણા બંધમાં ઉપરવાસમાં વરસાદ નહી થતાં આ બંધમાં પણ પાણીની ઘટ છે. તેવા સંજોગોમાં ખેડા અને આણંદ જિલ્લામાં આ બંધ મારફતે સિંચાઈ સહિતનું પાણી આપવામાં આવે છે. પરંતુ નવા નીર નહી ઉમેરાતાં આ બંધમાં પણ ઓછા ટકા પાણી ઉપલબ્ધ છે. પરીણામે જો આવનાર દિવસોમાં વરસાદ નહી વરસે તો પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થશે. તો બીજી તરફ જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તરની સપાટી પણ નીચે ઉતરતાં આ પંથક સહિત સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગી સર્જાશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...