રજૂઆત:યાત્રાધામ ડાકોરમાં મંદિર પરિસરની બહાર ભક્ત બોડાણા મહારાજની પ્રતિમા સ્થાપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
  • ગોમતી તળાવની યોગ્ય સાફસફાઈ તેમજ મંદિર પરિસરની સામેની ગંદકી પણ દૂર કરવાની માંગ

યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડજીને જે ભક્ત લાવ્યા હતા. તે ભક્ત બોડાણા મહારાજની ડાકોરમાં બીલકુલ મંદિર પરિસર સામે પ્રતિમા સ્થાપવા માંગ ઉઠી છે. આ સાથે જ ગોમતી તળાવને સ્વચ્છ કરવા અને યાત્રાધામનો વિકાસ કરવા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આ સંદર્ભે કલેક્ટરને ઉદ્દેશી રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે આપેલા આવેદનપત્રમાં ભગવાન રણછોડજીને ડાકોરમાં લાવનારા ભક્ત બોડાણા મહારાજની પ્રતિમા મંદિર પરિસરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે સાથે ડાકોરના પવિત્ર ગોમતી તળાવની યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તથા મંદિર પરિસરની સામેની ગંદકી દૂર કરવા પણ રજૂઆત કરાઈ છે. વધુમાં ભગવાન રાજા રણછોડજીના ધામનો વિકાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જે બાબતે સમાજ દ્વારા કલેકટર કે. એલ. બચાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...