તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મહેમદાવાદના સાદરાથી અમદાવાદ નવી બસ સેવા શરૂ કરવા માંગ કરાઇ, સ્થાનિકોને અપડાઉન કરવામાં પડે છે મુશ્કેલી

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેમદાવાદ તાલુકા પંચાયત સદસ્યે એસટી વિભાગ નડિયાદને લેખીત રજૂઆત કરી

મહેમદાવાદ તાલુકાના સાદરાથી અમદાવાદ નવા રૂટની બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી છે. અહીંયાથી દરરોજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોવાથી તેઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા અહીંયા સાદરાથી અમદાવાદ રૂટની બસ સેવા શરૂ કરવામાં આવે તો વચ્ચે આવતા કેટલાક ગામોને પણ લાભ થાય એમ છે. આ માટે મહેમદાવાદ તાલુકા પંચાયતના સદસ્યે લેખીત રજૂઆત કરી છે.

બસ સેવા શરૂ થતાં મલાતજ, નેનપુર, જશોદા વિગેરે ગામોના મુસાફરોને ફાયદો થશે

ખેડા જિલ્લામાંથી દરરોજ હજારો લોકો અમદાવાદ ખાતે અપડાઉન કરે છે. જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સાદરાથી અમદાવાદ નવા રૂટની બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી છે. જો આ નવી બસ સેવા ચાલુ કરવામાં આવે તો વચ્ચે આવતા મલાતજ, નેનપુર, નેનપુર ચોકડી, જશોદા ચોકડી વિગેરે ગામોના મુસાફરોને ફાયદો થશે. ખાસ કરીને નોકરિયાત અને વિદ્યાર્થીવર્ગને મોટો ફાયદો થશે અને સમયનો બગાડ થતો અટકશે. આ માટે મહેમદાવાદ તાલુકા પંચાયત 19 સાદરા બેઠકના સદસ્ય પદ્મા ઠક્કરે એસટી વિભાગ નડિયાદને પત્ર લખી લેખીત રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે સાદરાથી સવારે 7:30 કલાકે બસ ઉપડે જે મલાતજ, નેનપુર, નેનપુર ચોકડી થઈ અમદાવાદ પહોંચે તેજ બસ અમદાવાદથી 8:45એ નીકળી પરત તે જ રૂટ પર સાદરા આવે અને તે બાદ સાંજે 5:30 સાદરાથી અમદાવાદ જાય અને પરત તેજ રૂટ પર આવે એમ દિવસમાં બે વખત આવન જાવન કરે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો